કોરોનાવાયરસ નું સંક્રમણ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે.આ સંક્રમણને રોકવા માટે મોદી સરકારે દેશભરમાં એકવીસ દિવસ સુધી નું lockdown નું એલાન કર્યું છે.
દેશભરમાં lockdown ને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં મહાનગરો સહિત 104શહેરોમાં વાયુના પ્રદૂષણ દરમાં ૨૫ ટકા સુધી ઘટાડો આવ્યો છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ વાતનો દાવો કર્યો છે.બોર્ડના અનુસાર lockdown ના કારણે ગાડી અને કારખાનાઓ માંથી કાર્બન ઉત્સર્જન ખૂબ હદ સુધી ઘટી ગયું છે. જનતા કરફ્યુ ના દિવસે ૨૨ માર્ચથી ગુરુવાર સુધી શહેરોમાં વાયુ પ્રદુષણ ના પ્રમુખ કારકકોના ઉત્સર્જનમાં ઘટાડો જોવામાં આવ્યો હતો.
એર ક્વોલિટી ઇન્ડેક્ષ સંતોષજનક સ્તર પર પહોંચી ગઈ છે. આ લિસ્ટમાં દિલ્હી, મુંબઈ, પુણે, અમદાવાદ, નોઈડા, ચંદીગઢ, કાનપુર, કોચ્ચિ, ઉદયપુર જેવા શહેરો સામેલ છે.તેમજ વારાણસી અને ગ્રેટર નોઇડા સહિત ૧૪ શહેરોમાં વાયુ ગુણવત્તા સામાન્ય શ્રેણીમાં પહોંચી ચૂકી છે.