રેલવે ભરતી સેલ, પશ્ચિમ મધ્ય રેલવેના સ્ટેશન માસ્તર ના પદ પર 38 ખાલી જગ્યાઓ ભરવા માટે પશ્ચિમ મધ્ય રેલવે કર્મચારીઓમાંથી અરજી મંગાવી છે.જે એક નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી છે. ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા માન્યતાપ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. આ પદ ઓપરેટીંગ વિભાગમાં છે.
ઓનલાઈન અરજી માટેની પારંભ તારીખ 25 જૂન,2021 છે અને છેલ્લી તારીખ 25 જુલાઈ,2021 છે. તમને જણાવી દઈએ કે અરજીઓ પશ્ચિમ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન સબમિટ કરવાની રહેશે. તેમની સત્તાવાર વેબસાઈટ wcr.indianrailways.gov.in પર જાઓ અને જીડીસીઇ 2021 નોટિફિકેશન પર ક્લિક કરો અને તેમાં ઓનલાઈન અરજી પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો ત્યારબાદ સબમિટ કરો.
કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને સામાન્ય વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવાર પાસે માં યુનિવર્સિટીની ડિગ્રી હોવી આવશ્યક છે અને ઉમેદવાર તબીબી રીતે ફિટ રહે તે પણ જરૂરી છે. ઉમેદવાર મેડિકલ ફિટનેસ પાસ નહીં કરે તો તેને પેનલમાં સામેલ કરવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.