Green Garlic Farming: લસણ એક મસાલાવાળો પાક છે. મુખ્યત્વે તેની ખેતી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં કરવામાં આવે છે. લસણની ખેતી હવે મોટા વ્યાપાર સ્વરૂપમાં વિકસિત થવા લાગી છે. લસણનો ઉપયોગ શાકભાજી ઉપરાંત દવાઓમાં પણ કરવામાં આવે છે. લસણની ખેતી (Green Garlic Farming) કરી આપણા ખેડૂતભાઈ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જોકે આપણા અનેક ખેડૂતભાઈઓને ખેતીના સમયને લઈ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખેતી માટે ઉપયુક્ત સમય
લસણની ખેતી માટે નવેમ્બર ડિસેમ્બર મહિનો અનુકૂળ હોય છે. આ મહિનામાં લસણના કંદ નિર્માણ વધારે સારું થાય છે. લસણની ખેતી ન વધારે ગરમ અને ન વધારે ઠંડીમાં થઈ શકે છે.ગુજરાતના દક્ષિણમાં આવેલ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકામાં ખાતે એક ગામ આવેલ છે. ખેડૂતએ વૈજ્ઞાનિકર રીત શિયાળાની સીઝનમાં લીલા લસણની ખી કરી સારૂ ઉત્પાદન મેળવી મોટી કમાણી કરી રહ્યા છે.
લસણના પાકને તૈયાર થતાં 2 મહિનાનો સમય લાગે છે
વૈજ્ઞાનિક રીતથી લીલા લસણની ખેતી કરીને મોટી આવક મેળવી રહ્યા છે. જે તમે પણ કરી છો. તેના માટે તમારે ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તારના મોરવાળીથી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણનું બિયારણ ખરીદીને લાવાના છે અને પોતાની પોણા બે વિંઘા જમીનમાં લીલા લસણના 100 કિલો બિયારણનું વાવેતર કરવાનું છે. લીલા લસણના પાકને ઠંડી તેમજ સૂકી આબોહવા વધુ માફક આવે છે. તેથી તેને શિયાળું પાક તરીકે ઓળખવામાં આવે છે. જોકે લીલા લસણના પાકને 8 વખત પાણી આપવાની જરૂરિયાત પડે છે. આમ લીલા લસણના પાકને તૈયાર થતાં 2 મહિનાનો સમય લાગે છે.
લસણની ઉન્નત જાતો
જો લસણની ઉન્નત જાતોની વાત કરીએ તો તેમા એગ્રીફાઉન્ડ વાઈટ (જી.41), યમુના વાઈટ (જી.1), યમુના વાઈટ (જી.50), જી.282, એગ્રીફાઉન્ડ પાર્વતી (જી.313) અને એચ.જી.1 જેવા નામ પહેલા આવે છે. જ્યારે ગોદાવરી, શ્વેતા, ભીમા ઓમેરી પણ ઉન્નત જાતો છે.
બિયારણ અને વાવેતર
લસણના વાવેતર માટે સ્વસ્થ અને મોટા આકારની શલ્ક કળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બીજનો ઉપયોગ 5-6 ક્વિન્ટલ/હેક્ટર કરવી જોઈએ, સીધી શલ્ક કળીઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વાવેતર અગાઉ કળીઓને અનુશંસિત કીટનાશક ઉપચાર કરવો જોઈએ. લસણનું વાવેતર કૂંડોમાં, છટકાવ અથવા ડિબલિંગ વિધિથી કરવામાં આવે છે. કળીઓને 5-7 સેમી ગહેરાઈમાં ખાડો ગાળી સામાન્ય માટીથી ઢાકી દેવી જોઈએ. કળીના પાતળા ભાગને ઉપર રાખો, વાવેતર કરતી વખતે કળીઓથી કળીઓનું અંતર 8 સેમી અને હરોળનું અંતર 15 સેમી રાખવું યોગ્ય છે. મોટા ક્ષેત્રમાં પાકના વાવેતર કરવા માટે ગાર્લિક પ્લાન્ટરનો ઉપયોગ કરી શકાય છે.
ખાતર અને પોષક તત્વ
લસણને ખાતર અને પોષક તત્વ વધારે પ્રમાણમાં જરૂર હોય છે. માટે માટીની સારી રીતે તપાસ કરી કોઈ પણ ખાતર અને પોષક તત્વનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ઓછા પ્રમાણમાં ખાતર અને પોષક તત્વથી બચાવવું જોઈએ.
લસણની સિંચાઈ
લસણનું વાવેતર બાદ પહેલી સિંચાઈ કરવી જોઈએ, ત્યારબાદ 10થી 15 દિવસ બાદ સિંચાઈ કરો. ગરમીના મહિનામાં પ્રત્યેક સપ્તાહ આ સિંચાઈ કરો. જ્યારે તેની કળી મૂળનું નિર્માણ થાય છે. યોગ્ય સમયે સિંચાઈ કરી લેવી જોઈએ.
લસણની ઉપજ
જો આપણા ખેડૂતભાઈ લસણની ખેતી દર્શાવેલ વિધિથી કરશે તો તેમની ઉપજ પ્રતિ હેક્ટર 100થી 200 ક્વિન્ટલ સુધી હોઈ શકે છે. અમારા ખેડૂતભાઈ આ ઉપજને વેચી ખેતીને આગળ વધારવા ઉપરાંત અન્ય કાર્ય પણ કરી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App