અડધી રાત્રે ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાંથી નીચે પડી ગઈ બે વર્ષની દીકરી રુહી અને પછી…

હાલમાં ગુજરાતના અમલસાડ સ્ટેશન પર વિચિત્ર ઘટના સર્જાઈ હતી. સ્ટેશન પરથી પસાર થયેલી અવંતિકા એક્સપ્રેસમાંથી એક બાળકી ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા જ આરપીએફ જવાન તાત્કાલિક ટ્રેક પર દોડી ગયા હતા અને બાળકીનો જીવ બચાવી લીધો હતો. જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી.

મળતી માહિતી મુજબ, ભીલાડનો એક પરિવાર મુંબઈથી મધ્ય પ્રદેશ જવા નીકળ્યો હતો. મહેશ હેંચાનો પરિવાર તેમની બે વર્ષની દીકરી સાથે અવંતિકા એક્સપ્રેસમાં સવાર થઈને દેવાસ પહોંચવાનો હતો. ત્યારે રાતના સમયે અવંતિકા એક્સપ્રેસ અમલસાડ સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પરિવાર સાથે દુ:ખદ ઘટના બની હતી. પરિવાર સાથે બે વર્ષની આ દીકરી રુહી પણ હતી. જે અમલસાડ સ્ટેશન પાસે અચાનક ઈમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. રુહી નીચે પડી તે દરમિયાન ટ્રેન રવાના થઈ ગઈ હતી.

બાળકી નીચે પડ્યાની જાણ થતા જ મહેશ હેંચાએ તાત્કાલિક ઈમરજન્સી ચેન પુલિંગ કરી હતી. જેથી ટ્રેન અમલસાડ સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. પરિવાર દ્વારા રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી રેલવે પોલીસે બાળકીને શોધવા દોડાદોડ કરી મૂકી હતી. આ દરમિયાન તાત્કાલિક બીલીમોરા સ્ટેશન પર જાણ કરવામાં આવી હતી. જેથી વલસાડ પોલીસનો ડી સ્ટાફ અને બીલીમોરાના આરપીએફ જવાનો તાત્કાલિક બાળકીને શોધવા નીકળી પડ્યા હતા. ત્યારબાદ પોલીસના જવાનોએ રેલવેના પાટા પર શોધ આદરી હતી.

જાણવા મળ્યું છે કે, મોડીરાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. આખરે પોલીસ જવાનોને રડતી રુહીનો અવાજ સંભળાઈ ગયો હતો. બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડતી હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી પોલીસે તાત્કાલિક જઈને જોયું તો ઈજાગ્રસ્ત બાળકી નીચે પડી હતી અને તે ખુબ જ રડી રહી હતી. આખરે રુહીને સારવાર અંગે હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જોકે, સમગ્ર બનાવમાં રેલવે પોલીસના જવાનોની બાહોશ કામગીરી વખાણવાલાયક બની છે. જો સહેજ પણ મોડુ થાત તો બાળકી સાથે કોઈ પણ ગંભીર અને અનિચ્છનીય ઘટના બની શકી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *