સુરત(Surat): શહેર માંડવી(Mandvi)ના અરેઠ(Areth) ગામમા એક અત્યંત દુઃખદ પ્રસંગ બન્યો હતો. અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે નાચતા નાચતા હાર્ટ એટેક(Heart attack) આવતા વરરાજાનું મોત થયુ હતું અને પરિવાર સહીત તમામ લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જ્યા લગ્નના મંગલ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવાનો સમય આવી ગયો હતો. વરરાજાની જાન જવાને બદલે વરરાજાની અર્થી ઉઠી હતી. વરરાજા હિતેશ ચૌધરીને રાત્રીના સમય દરમિયાન પોતાના લગ્નમાં ઘરે ડીજેના પ્રસંગ દરમિયાન નાચતા નાચતા હાર્ટ એટેક આવતા મોત થયુ. વરરાજાનું મોત થતા પરિવારજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના અરેઠ ગામે 33 વર્ષના મિતેશભાઈ ચૌધરીના લગ્ન લેવાયા હતા, લગ્નને કારણે ઘરમાં ચારેય બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. લગ્નમાં અલગ અલગ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે જમણવારનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેના બાદ ડીજે પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીજે પ્રસંગમાં પરિવારના નજીકના સબંધીઓ પણ જોડાયા હતા. આ સમય દરમિયાન પરિવારના સદસ્યો નાચવામાં ખુબ જ વ્યસ્ત હતા. ત્યારે તેની સાથે વરરાજો પણ નાચી રહ્યો હતો, આ દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો ઉપડવાનું શરુ થયું હતું, જેને કારણે તે અસહાય બન્યો હતો. દુખાવો વધતાની સાથે જ તેને તાત્કાલિક હોસ્પિટલમા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
તબીબોના જણાવ્યા અનુસાર, હાર્ટ એટેકને કારણે વરરાજા મિતેશનુ મોત થયુ હતું. આ સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો હતો. જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા, એ જ ઘરમાંથી વરરાજાની સ્મશાનયાત્રા નીકળતા પરિવાર હિબકે ચડ્યો હતો. ડીજે નાઈટનો વરરાજાનો વીડિયો પણ બહાર આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.