એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યા, આખા પરિવારને તેની જાણ થઈ. એક જ સમાજના હોવાથી વેવિશાળ ગોઠવાયું. ધામ-ધૂમથી સગાઈ થઈ અને હવે લગ્ન આડે થોડાક દિવસ જ બાકી હતા ત્યાં મોટો ધડાકો થયો. વરરાજાના પિતા અને કન્યાની માતા એક દિવસના અંતરે જ પોતપોતાના ઘરેથી લાપતા થઈ ગયા. ખણખોદ કરતા ખબર પડી કે વેવિશાળ નક્કી કરવાની મિટિંગમાં એકબીજાને જોતાં જ વેવાઈ-વેવણ વચ્ચેનો વર્ષો જૂનો પ્રેમ ફરી તાજો થયો એટલે બંને પોતાની પ્રીતને પાંગરવા દેવા થઈને ભાગી ગયા. બીજીતરફ આ ઘટનાને લઈને વર-કન્યાના લગ્ન મોકૂફ રાખવા પડ્યા છે.(તસવીરો: સોશિયલ મીડિયા મારફતે)
આ મામલે મળતી માહિતી અનુસાર વરરાજાના પિતા અને દુલ્હનની માતાને પોતાના યુવાનાના દિવસોનો પ્રેમ યાદ આવી જતાં તેઓ 10 જાન્યુઆરીએ કથિત રીતે ફરાર થઈ ગયા, જેના કારણે બે યુવાહૈયાનું મિલન થતાં-થતાં રહી ગયું. વરરાજાના 48 વર્ષીય પિતા અને દુલ્હનની 46 વર્ષીય માતાને છેલ્લા 10 દિવસથી કોઈ ભાળ મળી નથી.
તમને જણાવી દઈએ કે વરરાજાના પિતા સુરતના કતરગામના રહેવાસી છે જેઓ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ થઇ ગયા છે. જ્યારે દુલ્હનની માતા નવસારીમાં રહે તેઓ પણ પોતાના ઘરથી ગાયબ છે. બંને ભાગી ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે, જેના કારણે બંનેના પરિવારના સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બંનેના પરિવારે પોલીસ સમક્ષ ગુમ થયાના ફરિયાદ નોંધાવી હતી.
સગાઈ થયા બાદ છેલ્લા એક વર્ષથી યુવક અને યુવતી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. તેઓ એક જ સમાજના હોવાથી સગાઈ કરતા પહેલા બંનેના પરિવારની મુલાકાત કરાવવામાં આવી હતી. જો કે, લગ્નની એક મહિનાની વાર હતી ત્યાં જ વરરાજાના પિતા અને દુલ્હનની માતા ભાગી જતાં બધા ચોંકી ગયા હતા.(તસવીરો: સોશિયલ મીડિયા મારફતે)
તમને જણાવી દઈએ કે વરરાજાના પિતા એક ટેક્સટાઈલ બિઝનેસમેન છે સાથે તેઓ પ્રોપર્ટીની ડીલ પણ કરે છે. સાથે સાથે તેઓ રાજનૈતિક પાર્ટીના સભ્ય પણ છે, તેઓ 10 જાન્યુઆરીએ ગાયબ થયા હતા. તેઓ અને દુલ્હનની માતા યુવાનીના દિવસોથી જાણતા હતા. તેઓ કતારગામ વિસ્તારમાં પાડોશીઓ હતા અને સારા મિત્રો પણ બની ગયા હતા. તેમ જાણવા મળ્યું છે. ‘તેઓ એક સોસાયટીમાં રહેતા હતા તેથી એકબીજાને ઓળખતા હતા. આ મામેલ તેમના કેટલાક નજીકના મિત્રોએ તેઓ ભૂતકાળમાં રિલેશનમાં પણ રહ્યા હોવાની જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયામાં વેવાઈ-વેવણના ફોટા-મેસેજ ફરતા થયા
યુવક અને યુવતીના પરિવારના માથે એકતરફ આભ તૂટી પડ્યું છે ત્યારે બીજીતરફ સોશિયલ મીડિયામાં વેવાઈ અને વેવણ ભાગી ગયાના ફોટા અને મેસેજ ફરતા થયા છે. બંનેના સંબંધોને લઈને ખાસ્સી રમૂજ પણ ફેલાવવામાં આવી રહી છે. જો કે, બંને પરિવારના વડીલો અત્યારે અત્યંત શરમજનક સ્થિતિમાં મૂકાયા છે અને હજી સુધી તેમને ખોળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.