બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે વરરાજાની ભવ્ય એન્ટ્રી- કંકોતરીમાં પણ ‘અંગદાન જાગૃતિ’નો અપાયો મેસેજ 

Organ Donation message in Marriage: લગ્નમાં વરરાજાની એન્ટ્રી માટે હાલમાં સમયમાં ખાસ બજેટ હોય છે. બધાથી અલગ કરવાના ભાવ સાથે વર વધુ અવનવા અખતરા અને કરતબ કરતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટા મુંજિયાસર ગામમાં યોજાયેલા એક લગ્નમાં પણ વરરાજાએ બે ઘોડા પર એક એક પગ રાખીને અલગ જ અંદાજ સ્ટાઈલમાં એન્ટ્રી મારી હતી. પણ ચારેબાજુ ચર્ચા હતી એ એન્ટ્રી સાથે વરરાજાના હાથમાં રહેલા મેસેજની થઇ રહી છે. હાર્ટ શેઇપના એ પ્લે કાર્ડમાં અંગદાન જાગૃતિ અંગે ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો.

વિડીયો:

માહિતી મુજબ, તારીખ 1 લી ડિસેમ્બરે ભરૂચથી(Bharuch Marriage) પાર્થ જગદીશભાઈ વાડદોરિયાની જાન મોટા મુંજીયાસર ગામે જવા નીકળી હતી. જાનમાં જાનૈયાઓએ પોતાની પાસે અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ રાખ્યા હતા. જાન જ્યારે ગામ પહોંચી ત્યારે વરરાજા આકર્ષક વરઘોડો નીકળ્યો હતો. જે ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેમ કે વરરાજા બે ઘોડા પર એક એક પગ રાખીને નીકળ્યા હતા અને હાથમાં દિલ શેઇપ માં એક પ્લે કાર્ડ હતું જેમાં સાત ફેરાના સાત સંકલ્પ પહેલા એક સંકલ્પ લીધો હતો. ‘ હા, હું ઓર્ગન ડોનર છું. (Organ Donation) ‘ જાનૈયાઓને હાથમાં પણ આવા જ પ્લે કાર્ડ હતા.

આવી રીતે ભવ્ય જન માંડવે પોહચી હોય તો પછી વેવાઈ પક્ષ કેમ પાછળ રહે એમણે પણ પ્લે કાર્ડ સાથે રાખીને જાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કન્યા પણ સ્વાગતમાં સહર્ષ જોડાઈ હતી. સૌથી અગત્યની વાત એ હતી કે, વર કન્યા અને એના પરિવાર સિવાય લગ્નમાં હાજર રહેલા હર કોઈએ અંગદાન માટે સંકલ્પ લીધા હતા.

અત્રે નોંધનીય છે કે, આ વર વધુની લગ્નની કંકોતરીમાં પણ અંગદાન જાગૃતિ મેસેજ લખાયો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયાએ જણાવ્યું કે આ યુગલે પહેલા કંકોતરીમાં અને બાદમાં લગ્ન સમયે પણ અંગદાનનો મેસેજ ફેલાવીને લગ્ન જેવી પવિત્ર પરંપરાને વધુ ઉજ્જવળ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *