Groundnut Cultivation: પોરબંદરની બજારમાં લીલી મગફળી આવી છે. યાર્ડમાં મગફળીનું ભાવ 30 થી 40 રૂપિયા કિલો છે, પરંતુ બજારમાં તેનું ભાવ 60 રૂપિયા કિલો છે. જ્યારે મગફળી (Groundnut Cultivation) શેકાય છે, ત્યારે તેનો ભાવ બમણો થઈ જાય છે, અને શેકેલી મગફળીનો ભાવ 100 રૂપિયા કિલો છે.
ખેડૂતો દ્વારા ચોમાસુ મગફળીનું વાવેતર કરાયું હતું. હાલ લીલી મગફળી બજારમાં આવી રહી છે અને ઓળાની મગફળી લોકો ખરીદી કરતા થયા છે. પોરબંદર બજારમાં લીલી મગફળીની આવક શરૂ થઈ છે.
રાજેશભાઈના જણાવ્યા અનુસાર રાજકોટ અને અમરેલી જિલ્લામાંથી લીલી મગફળી આવવાનું શરૂ થયું છે. માર્કેટિંગ યાર્ડમાં લીલી મગફળીનો ભાવ રૂપિયા 30 થી 40 રૂપિયા છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે.
પોરબંદરના રસ્તાઓ પર લીલી મગફળીનું ખુબ વેચાણ થાય છે. ખાસ કરીને સાંજના સમયે રસ્તાઓ પર ઓળાની મગફળીનું વેચાણ વધુ થાય છે. વેપારીઓ લાકડાની નાની ભઠ્ઠીમાં મગફળી શેકીને વેચે છે.
બજારમાં લીલી મગફળીનો કિલોનો ભાવ રૂપિયા 60 છે, પણ શેકેલા ઓળાનો ભાવ રૂપિયા 100 છે. શેકાયા બાદ લીલી મગફળીનો ભાવ બમણો થઈ જાય છે અને ઓળા ખાવાની મજા ખૂબ થાય છે.
લોકો સાંજના સમયે જમ્યા બાદ મગફળીના ઓળાની મજા ખૂબ માણે છે, અને ફરવાલાયક સ્થળોએ પણ તેની મજા લે છે. પરંતુ પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે.
સામાન્ય રીતે દિવાળી પર નવી મગફળીની આવક જોવા મળતી હોય છે, જેનો પાક તૈયાર થયા બાદ બજારમાં વેચાણ થતું હોય છે. પોરબંદરમાં નવ થી દસ હજાર કિલો મગફળીની આવક થઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App