રાજધાની દિલ્હી(Delhi)ના શાલીમાર બાગ(Shalimar Bagh) વિસ્તારમાં એક મહિલાને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. આ હુમલો 19 નવેમ્બરે થયો હતો. માર માર્યા બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક ધારાસભ્ય પર તેની મારપીટ કરવા માટે ગુંડાઓ મોકલવાનો આરોપ લગાવ્યો છે.
View this post on Instagram
ફૂટેજમાંથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, કેટલાક પુરુષો અને મહિલાઓ એક મહિલાને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. મહિલાને એટલી ખરાબ રીતે મારવામાં આવી હતી કે, તે પોતાના પગ પર ઉભી પણ રહી શકતી નહોતી. મંગળવારે, જેવી તે વ્હીલચેરમાં હોસ્પિટલની બહાર આવી, તેણે પહેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા, જેથી કાયદાકીય મદદ દ્વારા દોષિતોને સજા મળી શકે.
ધારાસભ્ય પર લાગ્યો આરોપ:
મહિલાને નિર્દયતાથી મારવામાં આવી રહ્યો હોવાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પીડિતાએ શાલીમાર બાગના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય વંદના કુમારી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે પોલીસને આપેલી ફરિયાદમાં ધારાસભ્યનો ઉલ્લેખ છે, પરંતુ તેમની સામે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.
ફરાર આરોપીની શોધ ચાલુ છે:
પોલીસનું કહેવું છે કે, આ કેસમાં અમે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય બાકીના આરોપીઓની શોધખોળ હાલમાં પોલીસ દ્વારા ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.