હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની ભયંકર મહામ્રી ચાલી રહી છે. ઘણાં લોકોને કોઈપણ જાતનું વ્યસન રહેલું હોય છે. જેમ, કે ઘણાં લોકો સિગરેટ, માવા, તમાકુ જેવી વસ્તુનું સેવન કરતાં હોય છે. હાલમાં જ રાજ્યનાં સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે.
સુરતમાં આવેલ મોટા વરાછામાં લોટની ઉઘરાણી માટે રિક્ષામાં નીકળેલ વેપારીને ગુટખા ખાઇને ચાલુ રીક્ષાએ જ પીચકારી મારતાં બાજુમાં મોપેડ સવાર પર પડતાં થયેલ ઝઘડામાં કુલ 4 યુવાનો દ્વારા લાકડાનાં ફટકાથી હુમલો પણ કર્યો હતો. જેમાં વેપારીને ખુબ જ ગંભીર ઇજા પણ પહોંચી હતી.
જો કે, ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હૉસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. માથા પર થયેલ ગંભીર ઇજાને કારણે સારવાર કરતી વખતે તેનું મોત નીપજતાં અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ પણ હાથ ધરી છે.
સુરત શહેરમાં હાલમાં સતત હત્યાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. મારા-મારીમાં ગતરોજની એક હત્યા પછી આજે ફરી વધુ એક હત્યાની ઘટના સામે આવી રહી છે. સુરતનાં અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે રિલાયન્સ નગરમાં રહેતો હતો તથા અનાજનાં લોટનો ધંધો કરતાં આનંદ એટલે કે રાજારામ રામોદર ખરવર રવિવારનાં રોજ પોતાની જ સોસાયટીમાં રહેતા બે મિત્ર વિક્કી મોવાજી ચૌધરી તથા પ્રિતમની સાથે તેઓ ધંધાકીય ઉધરાણીને માટે ઓલપાડમાં આવેલ ઉમરા ગામ ખાતે ઓટો રીક્ષામાં જ ગયા હતા. જયાંથી તેઓ પાછાં ફરી રહ્યા હતાં ત્યારે જ આનંદ ઉર્ફે રાજારામ ચાલુ રીક્ષાએ જ ગુટખા ખાઇને પીચકારી મારી હતી અને તેની પાછળ મોપેડ પર આવી રહેલ કુલ બે મિત્રો પર એ પિચકારી પડી હતી.
જેનાંથી મોપેડ સવાર બે અજાણ્યા યુવાનોએ રીક્ષા રોકીને આનંદ તથા રાજારામને પણ ઘણી ગાળો આપી હતી પણ રાજારામે પોતાની ભુલ સ્વીકારીને માફી પણ માંગી લીધી હતી. મોપેડ પર સવાર વિક્રમ તથા નવીન પર ઉડતા જ તેણે પીછો પણ કર્યો હતો.
આ દરમિયાન પોતાનાં મિત્ર આકાશ તથા હિતેશને પણ કોલ કરીને બોલાવ્યા હતા. જો કે, એ સમયે રાજારામ બંન્ને મિત્રોની સાથે ઓટો રીક્ષામાં જ ઘર બાજુ જઇ રહ્યા હતાં. ત્યારે જ પીછો કરી મોટા વરાછા જ્યુબીલી ગાર્ડનની પાસે દરબાર ફળિયાની પાસે પહોચતાં એમને અટકાવ્યા પણ હતાં.
કુલ 3 યુવાનો પર લાકડાનાં ફટકા દ્વારા હુમલો પણ કર્યો હતો. જેમાંથી આ ત્રણ માનાં અનંતકુમારનાં માથામાં લાકડાનો ફટકાની સાથે જ અનંતકુમારને ઢોરમાર પણ માર્યો હતો. ત્યારપછી તેઓ ફરાર પણ થઈ ગયાં હતાં. જ્યારે અનંતકુમાર ઘરે પહોંચ્યા ત્યારપછી એમને પીડા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતાં.
એમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં ત્યાં જ તેમનું મોત નીપજ્યું હતું.જયારે વિક્કી તેમજ પ્રિતમને પણ સામાન્ય ઇજા થઇ હતી. ઘટના બાબતે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ પણ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં લાકડાનાં ફટકા મારનાર 4 માંથી આકાશ નામનો રીઢો ગુનેગાર હોવાનું પણ બહાર આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP