સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ગાંડો વિકાસ- છેલ્લા એક વર્ષના આંકડાઓ જોઈ આંખે અંધારા આવી જશે

રાજ્ય સરકાર ગમે એટલા પ્રયત્નો કરે અને ઇ-ગવર્નન્સ, પારદર્શક વહીવટની વાતો કરે પણ સરકારી કચેરીઓ માંથી ભ્રષ્ટાચાર દૂર થઇ શકે તેવી સ્થિતિ નથી. કચેરીઓમાં અને…

રાજ્ય સરકાર ગમે એટલા પ્રયત્નો કરે અને ઇ-ગવર્નન્સ, પારદર્શક વહીવટની વાતો કરે પણ સરકારી કચેરીઓ માંથી ભ્રષ્ટાચાર દૂર થઇ શકે તેવી સ્થિતિ નથી. કચેરીઓમાં અને રાજ્યના સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની એક વર્ષમાં 11,226 ફરિયાદ તકેદારી આયોગને મળી છે આ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધારે છે.

ગુજરાત તકેદારી આયોગે વિધાનસભામાં રજૂ કરેલા રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે, વર્ષ 2021માં મળેલી કુલ 11,226 ભ્રષ્ટાચારની ફરિયાદો પૈકી સૌથી ફરિયાદ વધુ 2,659 શહેરી વિકાસ વિભાગના ફિલ્ડ અધિકારીઓ સામેની હતી. 1,603 ફરિયાદો બીજા ક્રમે મહેસૂલ વિભાગના ફિલ્ડ અધિકારીઓ સામે નોધાયેલી મળી આવી હતી. 1,229 ફરિયાદો ગૃહવિભાગ સામે નોધાયેલી છે, ત્યારે ચોથા ક્રમે પંચાયત વિભાગને લગતી 1,006 ફરિયાદો છે અને મકાન અને માર્ગ વિભાગ સામેની 450 જેટલી ફરિયાદ સાથેની અરજીઓનો મળી આવી હતી.

જો વિસ્તારની રીતે જોઇએ તો સૌથી વધુ ફરિયાદ સુરત જિલ્લાના અધિકારીઓ સામે નોધવામાં આવી છે. ત્યારે બીજા ક્રમે અમદાવાદ, રાજકોટ ત્રીજા ક્રમે, વડોદરા ચોથા ક્રમે અને પાંચમા ક્રમે જામનગર જિલ્લાના અધિકારીઓ સામેની ફરિયાદ નોધવામાં આવી છે. ત્યારે બીજી તરફ આયોગને બોર્ડ નિગમોમાં ભ્રષ્ટાચારની 646 અરજીઓ મળી હતી, તેમાં સૌથી વધુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સામે 170 હતી.

ગુજરાત વીજ કંપનીને લગતી 92 અરજીઓ બીજા ક્રમે હતી અને ત્રીજા ક્રમે 69 અરજીઓ જીઆઇડીસી સામેની મળી હતી. તકેદારી આયોગે વિવિધ વર્ગના અધિકારી- કર્મચારીઓ સામે શિક્ષા માટે કરેલી ભલામણોમાં એક પણ આઇએએસનો સમાવેશ થતો નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રથમવાર બન્યું છે કે, આઇએએસ સામે શિક્ષાત્મક પગલાંની ભલામણ ન થઇ હોય.

વર્ષ 2021 દરમિયાન મળેલા અહેવાલો પર વિચારણા કરીને 1,148 અધિકારી અને કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવા ભલામણ તકેદારી આયોગે કરી હતી. આ પૈકી 38 અધિકારી અને કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી હતી. ત્યારે 401 કર્મીઓને ભારે શિક્ષા, 40 સામે પેન્શન નિયમો હેઠળ 58ને નાની શિક્ષા, 60 સામે અન્ય ભલામણો કરવામાં આવી હતી, ત્યારે 551 કેસમાં પ્રાથમિક તપાસ કરવાનું નહીં જણાતા પ્રકરણ દફ્તરે કરવાની ભલામણ કરાઇ હતી.

અવાર-નવાર ગુજરાત તકેદારી વિભાગ દ્વારા ભલામણો કરવામાં આવતી હતી. જેન ધ્યાનમાં લઇને અધિકારીઓ દ્વારા કુલ 281 અધિકારી-કર્મચારીઓને કડક સજા આપવામાં આવી હતી. વર્ગ-1ના 77 અધિકારીઓને સજા આપવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં માત્ર 5 અધિકારીઓને મોટી સજા અપાય હતી, જયારે 39 અધિકારીઓને પેન્શન કાપ મુકવામાં આવ્યો હતો, 33 અધિકારીઓને ગૌણ સજા આપવામાં આવી હતી. વર્ગ-2ના 103 અધિકારીને સજા આપવામાં આવી હતી જેમાં 5 અધિકારીઓને મોટી સજા આપવામાં આવી હતી, 49 અધિકારીઓને પેન્શન કાપ મુકવામાં આવ્યો હતો, 49 અધિકારીઓને ગૌણ સજા આપવામાં આવી હતી. વર્ગ-3ના 101 કર્મચારીઓને સજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *