માતાની નજર સામે જ 5 વર્ષના બાળકને ભરખી ગયો કાળ, ટેમ્પો નીચે કડચાઈ જતા મળ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) ભેસ્તાન(Bhestan) વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દિવ્યાંગ પરિવારના પુત્રનું આઇસર ટેમ્પા નીચે…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) ભેસ્તાન(Bhestan) વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દિવ્યાંગ પરિવારના પુત્રનું આઇસર ટેમ્પા નીચે કચડાઇ જવાને કારણે કરુણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. બાળક ફૂટપાથ નજીક રમી રહ્યો હતો ત્યારે માતાની આંખ સામે જ ટેમ્પો ચાલેકે 5 વર્ષના બાળકને કચડી નાખતા દર્દનાક મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માતાની નજર સામે જ બાળક ટેમ્પો નીચે કડચાઈ જવાને કારણે માતા બેભાન પણ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લીધે પાંડેસરા પોલીસ દ્વારા આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર આવાસમાં રહેતા પ્રકાશ દેવીપૂજક ફ્રૂટનું વેચાણ અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પ્રકાશની પત્ની લતાબેન ઘર પાસે ફૂટપાટ પર ફ્રુટ વેચી પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે પ્રકાશની પત્ની ફ્રૂટ વેંચતા હતા ત્યારે 5 વર્ષના તેમનો પુત્ર અનમોલ ફૂટપાથ પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. આ દરમ્યાન રોડની બાજુમાં ફૂટપાથ પાસે આઇસર પાર્ક કરતા સમયે પાંચ વર્ષે બાળકને ટેમ્પા ચાલકે અડફેટે લઈ જીવતો જીવ કચડી નાખ્યો હતો.

મહત્વનું છે કે, આ દરમ્યાન એક આઈસર ટેમ્પા ચાલકે બાળકને અડફેટે લેતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. બાળકના માથા પર ટાયર ચડી જવાને કારણે બાળક ખુબ જ ગંભીર ઈજા થઇ હતી. બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષીય બાળક અનમોલની માતા લતાબેન દેવીપુજક સિદ્ધાર્થ નગર નજીક જ ફૂટપાથ પર ફ્રુટની લારી ચલાવી વેચાણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર તેમની તેમની પાસે જ થોડો દૂર મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો અને અચાનક ટેમ્પો આવીને ટેમ્પોનું કાળમુખુ ટાયર તેના દીકરા પર ફરી વળ્યું હતું. આ તમામ દ્રશ્ય માતાએ તેની આંખે જ જોયા હતા. ત્યારે પોતાના વહાલ સોયા પુત્ર પર ટેમ્પો ચડી જવાના દ્રશ્યો જોઇને માતા બેભાન થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસ દ્વારા મૃતક બાળકના કાકાની ફરિયાદના આધારે આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે જણાવતા કહ્યું હતું કે, આઈસર ટેમ્પા ચાલક રામનરેશ રામવિલાસ રઘુવંશીની ધરપકડ કરી લેવામાં આવી છે તે પણ સિદ્ધાર્થ નગર નજીક જ રહે છે. તેની ધરપકડ કરી આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *