કોવિડ (Covid) ની બીજી લહેર (The second wave) થી દેશની ઈકોનોમી (Economy) રિકવર કરી રહી છે ત્યારે તેના સંકેત GST કલેક્શનના છેલ્લા 5 માસના આંકડા આપવામાં આવી રહ્યા છે. શરુ નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશ કોવિડ-19ની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો હતો. આવા સમયમાં દેશની ઈકોનોમી પર માઠી અસર પડી હતી.
જયારે હવે એમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં સરકારનું GST Collection ફક્ત 5 મહિનાના સૌથી ઉચા સ્તર પર પહોંચી ચુક્યું છે ત્યારે આપને જાણીને આશ્વર્ય થશે એટલો મોટો આંકડો દેશને GST માંથી મળી રહ્યો છે.
સરકારે કરી 1.17 લાખ કરોડ રૂપિયાની કમાણી:
સપ્ટેમ્બર માસમાં સરકારને 1.17 લાખ કરોડ રૂપિયાની GSTની આવક મળવા પાત્ર થઈ છે ત્યારે આ સતત ત્રીજો મહિનો છે કે, જ્યારે સરકારનું GST કલેક્શન 1 લાખ કરોડને પાર કરી ચુક્યું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓના હિસાબથી ઓગસ્ટ માસમાં સરકારનું કલેક્શન 1.12 લાખ કરોડ રૂપિયા હતું.
જ્યારે જુલાઈ વર્ષ 2021માં 1.16 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું હતું. આની પહેલા પણ જૂન માસમાં કુલ 92,849 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે, એપ્રિલ તથા મે માસમાં પણ આ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હતું. જી એક ખુબ આશ્વર્યજનક બાબત છે.
જાહેર થયા આટલા નવા ઈ-વે બિલ:
નાણામંત્રાલય દ્વારા સપ્ટેમ્બર માસના GST કલેક્શન આંકડાની સાથે ઓગસ્ટ માસના ઈ-વે બિલના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છેત્યારે આ હિસાબે ઓગસ્ટ માસમાં 6.58 કરોડ ઈ-વે બિલ જનરેટ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે જુલાઈ માસમાં આ સંખ્યા 6.41 કરોડને પાર કરી ચુકી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.