નાનકડા ગામમાં ખેત મજુરી કરનાર મહિલાને પતિનો સહકાર મળતા બની ડોક્ટર- જાણો સફળતાની સફળ કહાની

મહેનત કરનાર વ્યક્તિની કદી હાર થતી નથી. આ સુત્રને સાચું સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી લગ્ન બાદ પણ તેમને પોતાના લક્ષ્યને છોડ્યું નહી અને તેનું સપનું પૂર્ણ કર્યું હતું. તો ચાલો જાણીએ સમગ્ર સફળતાની કહાની વિશે…

સતત પુરુષાર્થ કરનાર માણસને એક દિવસ સફળતા જરૂર મળે છે. આ વાક્યને સાચો પાડતો એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે. રાજસ્થાનના નાનકડા ગામમાં રહેતી 8 વર્ષની રૂપા યાદવએ પોતાના લગ્ન બાદ પણ પોતાના ધ્યેયને ચૂકી ન હતી. આ પ્રકરણો રૂપાનો એક જુસ્સો અને ઉત્સાહ હતો કે તે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડોક્ટર બનીને જ રહેશે. ત્યારે રૂપા આ નિર્ણય પર દ્રઢ રહી અને પોતે NEET ની પરિક્ષા પાસ કરી. રૂપા યાદવે આખા ભારતમાં 2283મો રેન્ક અને ઓબીસીમાં 658મો રેન્ક પ્રાપ્ત કર્યો.

રૂપા ડૉક્ટર જ બનવા કેમ માંગતી હતી?
રૂપા યાદવે જણાવતા કહ્યું છે કે તેના કાકા ભીમરાવ યાદવને સમયસર સારવાર ન મળી શકવાને કારણે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. ત્યાર પછી રૂપા બાયોલોજી લઈને ડોકટર બનવાનો એક ધ્યેય નક્કી કર્યો. રૂપા યાદવે રાત દિવસ ખુબ જ મહેનત કરીને NEET ની પરીક્ષા આખરે પાસ કરી.

પત્નીને ભણતા જોઇને પતિએ પણ ભણવાનું શરૂ કર્યું:
રૂપાને અભ્યાસ કરતી જોઇને તેમના પતી શંકર લાલ યાદવને પણ ભણવાની ખુબ ઈચ્છા થઈ અને તેમણે પણ ભણવાનું શરૂ કરી દીધું. અત્યારે રૂપના પતિ શંકર યાદવ M.A ના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.

રૂપાને તેમના પરિવારજનોએ આપ્યો સાથ:
રૂપા જણાવતા કહે છે કે, લગ્ન કર્યા બાદ તેમની બહેન રૂક્મા દેવી અને તેમના જીજાજી બાબુલાલએ ભણવા માટેનો તેમનામાં ઉત્સાહ જોઇને સાથ આપ્યો. અન્ય સામાજિક બંધનોને નજરઅંદાજ કરી આગળનો અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો.

રૂપા યાદવના ભણવાનો ખર્ચ ઉઠાવવા માટે તેમના જીજાજી અને બહેન તથા તેમના પતિએ ખેતી-મજુરી કરી અને સાથે સાથે ટેમ્પો પણ ચલાવ્યો. રૂપા યાદવે ડોક્ટર બનવાની ધગશ અંગે તેના પતિ અને જીજાજીને કહ્યું ત્યારે તેઓએ રૂપાને કોટામાં કોચિંગ ક્લાસ પણ અપાવ્યું. આ સમગ્ર કહાની પરથી કહી શકાય કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, મહેનત કરતા જાઓ અને સિદ્ધી હાસલ કરતા જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *