દહીં, પનીર, મધ જેવી વસ્તુઓ ખાવી પડશે મોંઘી- એક સાથે ઝીંકાયો આટલા ટકા GST

સામાન્ય માણસ પર મોંઘવારી(Inflation)નો વધુ એક માર પડ્યો છે. આ વખતે મોંઘવારી ઉત્પાદનના ભાવમાં વધારાને કારણે નહીં પરંતુ સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેક્સને કારણે મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં ચંદીગઢ(Chandigarh)માં GST કાઉન્સિલની બેઠક ચાલી રહી છે, જેમાં દૈનિક ઉપયોગની વસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં સામેલ કરવામાં આવી છે. મીટિંગમાં બ્રાન્ડેડ દહીં, પનીર, મધ, માંસ અને માછલી અને લેબલવાળા ઉત્પાદનો પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ બેંકમાંથી ચેકબુક મેળવવી પણ મોંઘી પડશે. તેના પર 18% GST લગાવવામાં આવ્યો છે.

આ વસ્તુઓ પર 5% GST લાગશે:
GST કાઉન્સિલની બેઠકમાં GSTમાંથી મુક્તિની સમીક્ષા કરવા માટે મંત્રી જૂથ (GoM)ની ભલામણોને સ્વીકારવામાં આવી હતી. આ મુક્તિ હાલમાં પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય ચીજો માટે ઉપલબ્ધ છે. તેના પર 5% GST લગાવવામાં આવ્યો છે. આ ડિસ્કાઉન્ટ રિફંડ સાથે મોંઘા થતા ઉત્પાદનોમાં તૈયાર ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉત્પાદિત ઉત્પાદનો પર ઉપલબ્ધ GSTની મુક્તિ આગળ પણ ચાલુ રહેશે.

બેંકિંગ સેવાઓ અને હોટલમાં રહેવાનું થયું ખૂબ મોંઘું:
GST કાઉન્સિલે કેટલીક આવશ્યક સેવાઓ પર GST વધાર્યો છે. આ અંતર્ગત બેંકો દ્વારા ચેક જારી કરવા પર વસૂલવામાં આવતા ચાર્જ પર 18 ટકા GST વસૂલવામાં આવશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર 12 ટકા GST વસૂલવામાં આવશે. તેના પર અત્યારે કોઈ ટેક્સ નથી. એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે.

આજે કેસિનો અને હોર્સ રેસિંગ પર નિર્ણય લેવામાં આવશે:
કાઉન્સિલની બેઠકનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન રાજ્યોને વળતરને આગળ વધારવા પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય કેસિનો પર 28 ટકા GST વસૂલવા, ઓનલાઈન ગેમિંગ અને હોર્સ રેસિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *