હાલ નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે દિલ્હીમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી હતી, આ કેસમાં કોર્ટે બન્ને બળાત્કારીઓને દોષીત ઠેરવ્યા છે. આ ઘટના 2013માં બની હતી. આ ઘટના બન્યાને 7-7 વર્ષ થઇ ગયાને તેના આરોપીને અત્યારે સજા મળી રહી છે.
દિલ્હીની કોર્ટના એડિશનલ સેશન્સ જજ નરેશ કુમાર મલ્હોત્રાએ મનોજ શાહ અને પ્રદીપ કુમારને આ કેસમાં દોષીત જાહેર કર્યા હતા. આ નરાધમોએ 24 કલાકથી વધુ સમય સુધી 5 વર્ષની માસુમ બાળકી પર રેપ ગુજાર્યો હતો.
મનોજ શાહ અને કુમાર બન્નેએ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એપ્રીલ 2013માં રેપ ગુજારવામાં આવ્યો હતો. બન્ને અપરાધને અંજામ આપીને ભાગી ગયા હતા. જ્યારે આ અપરાધીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા ત્યારે પોક્સો કોર્ટના જજે કહ્યું હતું કે નાની બાળકીઓ આપણામાં દેવી તરીકે પુજાય છે, બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ બને છે જે અતી દુ:ખદ છે.
આ માસુમ બાળકી માત્ર 5 વર્ષની હતી જ્યારે તેના પર આ રેપ ગુજારવામાં આવ્યો. તે ઘણા સમય સુધી બેભાન અવસ્થામાં રહી અને ઘટના બન્યાના બે દિવસ બાદ તેને સ્થળ પરથી રેસ્ક્યૂ કરાઇ હતી અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. આ કેસ ગૂડિયા ગેંગરેપ તરીકે વધુ જાણીતો બન્યો હતો.
આ કેસમાં અપરાધીઓને દોષીત જાહેર કરાતા પીડિતાના પિતાએ જણાવતા કહ્યું હતું કે “6 વર્ષ સુધી ટ્રાયલ ચાલી જે બહુ લાંબો સમય છે પણ તેમ છતા અમને લાગી રહ્યું છે કે આખરે ન્યાય મળ્યો છે”. આગામી 30 તારીખે આ અપરાધીઓને સજા સંભળાવવામાં આવશે.
વર્ષ 2013માં જ બન્ને અપરાધીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જ્યારે તે જ વર્ષે પોલીસે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. પોક્સો કોર્ટમાં આશરે 57 સાક્ષીઓના નિવેદનો કરવામાં અને ટ્રાયલ પૂર્ણ કરવામાં પાંચ વર્ષથી વધુનો સમય લાગ્યો હતો.
જોકે જ્યારે આ અપરાધીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે તેઓએ બહાર ઉભેલા મીડિયા કર્મચારીઓ સાથે મારજુડ કરી હતી, જેમાં કેટલાક પત્રકારોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાની નોંધ બાદમાં કોર્ટે લીધી હતી અને મીડિયા કર્મચારીઓ પાસેથી લેખીતમાં ફરિયાદ રજુ કરવા કહ્યું હતું. કુમાર અને શાહ બન્નેને જ્યારે કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.