આવો જાણીએ વિશ્વવિખ્યાત ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ નાં 66 વર્ષની સફળ સફર વિષે

‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ આ બુકનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે. સમગ્ર વિશ્વમાં કોઈપણ વ્યક્તિ ન કરી શકે એવું કાર્ય કરનારને આ બુકમાં સ્થાન આપવામાં આવે છે. સમગ્ર વિશ્વના 100 દેશોમાં ફેલાયેલી તેમજ ઓછામાં ઓછી 22 ભાષાઓમાં પ્રકાશિત થતી આ બુકની 143 મિલિયનથી વધારે કોપી વેચાઈ ચૂકી છે.

વર્ષ 1955માં ગઈકાલે એટલે કે 27 ઓગસ્ટનાં રોજ સૌપ્રથમવાર આ બુક વાર્ષિક રીતે પ્રકાશિત થઇ હતી. આ પુસ્તક માટેની પ્રેરણા સર હ્યૂગ બીવરને મળી હતી કે, જેઓ વર્ષ 1951માં પોતાના સાથીઓની સાથે શિકાર કરવા માટે યાત્રા પર નીકળ્યા ત્યારે તેમણે એક સોનેરી પ્લોવરને શૂટ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિશાન ચૂકી ગયા હતા. આ દરમિયાન બીવર તથા તેમના મિત્રોએ ચર્ચા કરી કે ,ગોલ્ડન પ્લોવર યૂરોપનું સૌથી ઝડપી પક્ષી છે.

આ ચર્ચા વખતે તેમણે આ વાતની પ્રામાણિકતા તથા લેખિત પુરાવાઓ શોધવા માટે પ્રયત્ન કર્યા પણ તેમને કોઇ અધિકારિક જાણકારી મળી ન હતી. આ ઘટના પછી બીવરે પબ્સ માટે એક રેકોર્ડ બુક પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો હતો. બીવર આ સમયે વર્ષ 1759માં ડબલિનમાં સ્થાપિત થયેલ ગિનીસ બ્રેવરીના મેનેજીંગ ડિરેક્ટર હતા.

આ પુસ્તક શરાબની જાહેરાત માટે પબમાં મફત વહેંચાવાનું હતું. જો કે, તે સમયે પુસ્તકને ખૂબ સારી સફળતા મળી તેમજ દારૂખાનાએ તેનું વેચાણ શરૂ કર્યું હતું. આ પુસ્તકને બેસ્ટ સેલર બનવામાં વધારે સમય પણ ન લાગ્યો હતો. વર્ષ 1955માં બ્રિટિશ એડિશન પછી વર્ષ 1956માં આ પુસ્તક અમેરિકામાં લોન્ચ થયું તેમજ ત્યારથી તેની સફળતાની ગાથા શરૂ થઈ હતી.

બીવરે પોતાના આ વિચારને સાર્થક બનાવતી વખતે બે જોડીયા ભાઇઓ નોરિસ તથા રોસ મેકવિહર્ટરની સાથે કે, જેઓ અખબારો તથા એજન્સીઓને તથ્યો તેમજ આંકડાઓ પૂરા પાડવા માટે એજન્સી ચલાવી રહ્યા હતા. આ જોડિયા બંધુઓ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે સૌપ્રથમ ફેક્ટ ચેકર્સ બન્યા હતા.

રેકોર્ડ્સના આ આકર્ષક સંગ્રહને સાડા છ દાયકા થઇ ગયા છે તેમજ તે હાલમાં વિશ્વની સૌથી સફળ બ્રાન્ડ પૈકી એક છે. આ પુસ્તક બધી જ ઉંમરનાં તથા દેશના લોકોને ખુબ પસંદ છે અને અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ લાઇબ્રરી પુસ્તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *