ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના સહ-પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)એ રવિવારે સુરત શહેરમાં ભવ્ય રોડ શો કર્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં ‘આપ’ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. લોકોએ ઠેર-ઠેર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું.
સુરતના લોકોને સંબોધતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે “સુરતમાં લોકોનો ઉત્સાહ જોઈને ગુજરાતનું મૂડ સમજી શકાય છે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના લોકો નકલી સર્વે બતાવીને જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર એજન્સી IBએ તેમને ગુજરાત ચૂંટણી પર એવો સર્વે રિપોર્ટ આપ્યો છે, જેના કારણે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે.
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આ વખતે પરિવર્તનની લહેર છે. લોકો આમ આદમી પાર્ટીને પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે. “ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી આ લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભ્રષ્ટ ભાજપ સરકારને આપણે સૌએ સાથે મળીને જડમૂળથી ઉખાડી નાખવી પડશે. તેમણે લોકોને ‘આપ’ની પ્રામાણિક અને સ્થિર સરકાર બનાવવાની પણ અપીલ કરી. અગાઉ રાઘવ ચઢ્ઢાએ આગળ વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે સુરતમાં ‘આપ’ કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રાઘવ ચઢ્ઢા કતારગામ પહોંચ્યા અને પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, સાથે જ શેરી સભાને સંબોધિત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.