86 Kg Of Drugs Seized From Arabian Sea: ગુજરાતના દરિયામાંથી ઘણીવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાતના દરિયામાંથી અત્યારસુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.
કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા માહિતીના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલોનો (86 Kg Of Drugs Seized From Arabian Sea) જથ્થો પકડાયો છે, જેની બજારકિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની પણ પકડાય છે. નશીલા પદાર્થ સાથે પકડાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવે એવી શક્યતા જોવા મળી રહી છે.
600 કરોડની કિંમતનું અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડાયું
પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 28 એપ્રિલ ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 પાકિસ્તાની લોકો સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સહયોગ કર્યો હતો, તેના કારણે આ ઓપરેશનને મોટી સફળતા મળી છે.
— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024
14 પાકિસ્તાની પણ ઝડપાયા
આ ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજો અને એરક્રાફટ મિશન પર તહેનાત કરી દેવામાં આવ્યાં હતાં. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ પણ હાજર હતા, તેમણે શંકાસ્પદ બોટની ઓળખ કરી લીધી હતી.
ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથી અને તેના કારણે આ ટ્રેપને સફળતા મળી હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરીને સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં નશીલા પદાર્થ હાજર છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી.
પકડાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવે એવી શક્યતા
પાકિસ્તાની બોટને તેના લોકો સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેમને પોરબંદર લાવવામાં આવશે, તેવી માહિતી મળી રહી છે. ICG અને ATSની સંયુક્તતા, જેના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી કરવામાં આવી છે, જે રાષ્ટ્રીય ઉદ્દેશ માટે સિદ્ધ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App