સુરત/ પી.પી. સવાણી સ્કૂલ આ વિદ્યાર્થીઓએ JEE મેઈનના પરિણામમાં માર્યું મેદાન, 10થી વધુએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા….

JEE Main Result 2024: ગત એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન ફાઈનલ પરીક્ષાનું આજરોજ…

JEE Main Result 2024: ગત એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન ફાઈનલ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના ઝળહળતા તેજસ્વી તારલાએ JEE(JEE Main Result 2024) ના પરિણામમાં 99.99 PR મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ ગુજરાતી માધ્યમમાં પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે.

ગુજરાતી માધ્યમમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ
પી.પી.સવાણી સ્કૂલનું જેઇઇ મેઈનનું ઐતિહાસિક પરિણામ આવ્યું છે.ગુજરાતમાં સૌ પ્રથમ વાર પી.પી. સવાણી સ્કૂલના ગુજરાતી મીડિયમના વિધાર્થી દેસાઈ આર્જવ શ્રેયભાઈએ 99.99 PR મેળવી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે.આ ઉપરાંત 99 PR ઉપર 2વિદ્યાર્થીઓ, તેમજ 95 PR ઉપર 132 વિદ્યાર્થીઓ, 90 PR ઉપર 280વિદ્યાર્થીઓએ સ્કોર પ્રાપ્ત કર્યો હતો.આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.

પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી
આજ આ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ દેસાઈ આર્જવ શ્રેયભાઈ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.હાલ, આર્જવ પી.પી.સવાણી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એમનો પરિવાર ભરૂચ સ્થિત જગડિયા મુકામે રહે છે. તેમના પિતા વ્યવસાયે ડોકટર (MD ફિજીશીયન) છે.તેમજ માતા પણ વ્યવસાયે ડોક્ટર (MD ગાયનેક) છે અને આર્જવને ભવિષ્યમાં મુંબઈ IIT માંથી કમ્પ્યુટર એંજિનિયરિંગ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.

વિદ્યાર્થીએ પોતાના અનુભવ શેર કર્યા
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી મારુ યાજ્ઞિક હર્ષદભાઈ JEE MAIN 99.72 PR મેળવ્યાં હતા.આજ રોજ જાહેર થયેલ JEE MAIN ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ 99.72 PR મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે.આમ શાળાના સહકાર અને યાજ્ઞિકની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગદર્શન આ તબક્કે આર્જવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રવિવારી બજારમાં કાપડ વેચનારના પુત્રએ JEE ના રિજલ્ટમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો
પી.પી સવાણી શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી મારુ યાજ્ઞિક હર્ષદભાઈ JEE MAIN 99.72 PR મેળવ્યા હતા.યાજ્ઞિકના પિતા હર્ષદભાઈ દરરોજ અલગ અલગ ખુલ્લી જગ્યામાં ભરાતી માર્કેટમાં કાપડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ કામમાં તેમના માતા પણ સાથે સહકાર આપે છે.
હાલ તેઓ સુરત ખાતે કતારગામ વિસ્તારની રમણનગર સોસાયટીમાં વસવાટ કરે છે. તેમનું વતન ભાવનગર જીલ્લાના તાવેડા ગામના વતની છે.