Gujarat ATS Drugs Factory Sized: ગુજરાત અને રાજસ્થાનમાં ATS-NCBના જોઈન્ટ ઓપરેશન દ્રારા ડ્રગ્સ બનાવવાની 4 ફેક્ટરી પકડવામાં આવી છે. સમગ્ર રેકેટમાં ગુજરાતમાં 2 ફેક્ટરી ચાલતી હતી, જ્યારે રાજસ્થાનમાં 2 ફેક્ટરીમાંથી 1 ફેક્ટરી શરૂ (Gujarat ATS Drugs Factory Sized) થવાની હતી. તો બીજી બાજુ ડ્રગ્સનું રો-મટીરીયલ વાપીની એક કંપનીમાંથી આવતું હતું. કેમિકલમાં સ્થાનિક લેવલે ઉપયોગ કરવા માટે કોઈ વ્યક્તિના GST નંબરનો પણ ઉપયોગ કરવામાં આવતા હતો તેવી માહિતી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, સામાન્ય રીતે પેસ્ટિસાઈડ્સ બનાવવા માટે ઉપયોગમાં આવતું કેમિકલ 7 અઠવાડિયાની પ્રોસેસ પછી ક્રિસ્ટલ અને પાવડર ફોર્મમાં MD ડ્રગ્સ બનવામાં આવતું હતું. આ માટેનું સેટઅપ એટલે કે ફેક્ટરી બનાવવાનો ખર્ચ માત્ર 7 લાખ રૂપિયા જ થતો હતો. તેમજ ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સનો ઉપયોગ કે વેચાણ થવાનું હતું. નાના પાઉચમાં ક્રિસ્ટલ ફોર્મમાં વેચાણ થવાનું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
એક બાતમીએ 4 ફેકટરીનો પર્દાફાશ કર્યો
ગુજરાત ATSના DYSP એસ.એલ. ચૌધરીને દોઢ મહિના પહેલા મળેલી માહિતી ના આધારે તેઓ મહત્વની કડી શોધી રહ્યા હતા. તેમાં માત્ર ગુજરાત નહીં પણ રાજસ્થાનમાં પણ ડ્રગ્સની રીતસર ફેક્ટરીઓ ચાલી રહી હોવાની કડી મળી અને આખો આંતરરાજ્ય ડ્રગ્સનો વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે આગળની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપી દેવામાં આવી રહી છે.
કેમિકલમાંથી ડ્રગ્સ બનાવવા 7 અઠવાડિયાં જેટલો સમય લાગે
ગુજરાતમાં પેસ્ટિસાઈડ્સ માટે ઉપયોગમાં લેવાતા to brumen for propiyofinon સરળતાથી મળી આવતું હતું. જે ડ્રગ્સના માફિયાઓને ખબર હતી અને તેઓ કેમિકલ પ્રોસેસ કરીને તેનું MD ડ્રગ્સબનાવતા હતા. જેના માટે ફેક્ટરી સેટઅપ 7 લાખ રૂપિયાએ પણ સ્થાનિક બજારમાંથી મળી જતું અને તેને 7 અઠવાડિયામાં MD ડ્રગ્સ પણ બની જતું હતું. જેમાં રાજસ્થાનમાં કેટલુક ડ્રગ્સ આપી પણ દીધું હોવાનું ATSના સૂત્રો પાસેથી તેમને માહિતી મળી છે.
કઈ રીતે ડિટેક્શન થયું
ગુજરાત અને રાજસ્થાન એમ બને રાજ્યમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ તે સમગ્ર બાબતમાં એક રોચક ઘટનાક્રમ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને ગાંધીનગરના પીપળજ અને અમરેલી પાસે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી, પરંતુ આ સમગ્ર કેસ કઈ રીતે ડિટેક્ટ થયો તે અંગે ATSના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા મનોહરલાલ એનાનીએ વિવિધ જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાની માહિતી મળી હતી. મનોહરલાલ મૂળ અમદાવાદના થલતેજનો રહેવાસી છે અને ડ્રગ્સના અગાઉના કનેક્શનના કારણે ATSને ટીપ મળી હતી. જેને ઇન્ટરસેપ્શન દરમિયાન જાણવા મળ્યું છે કે, તે વાપીની એક ફેક્ટરીમાંથી કેમિકલ મંગાવતો હતો.
ગાંધીનગરની ફેક્ટરી એક ખેતરમાં ચાલતી
મળતી માહિતી અનુસાર, આવું જ કેમિકલ રાજસ્થાન પણ સપ્લાઈ થયા છે અને ત્યાંથી કુલદીપસિંગની કડી મળી આવી હતી. કુલદીપસિંગને આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, જોધપુર ઓશીયા, ગાંધીનગરના પીપળજ અને અમરેલીમાં આ પ્રકારે કેમિકલ મંગાવવામાં આવતું હતું અને તે કેમિકલનો ઉપયોગ સામાન્ય રીતે પેસ્ટિસાઈડ્સ બનાવવા માટે કરવામાં આવતો હતો, પરંતુ તેનાથી MD ડ્રગ્સ પણ બની શકે છે.
એટલે અલગ અલગની મદદથી સૌથી પહેલા ગાંધીનગરના પીપળજની ફેક્ટરી સામે આવી હતી. આ ફેક્ટરી એક ખેતરની અંદર ચાલી રહી હતી અને ત્યાં બે મહિનાથી ભાડે રાખેલા મકાનમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સંબંધિતની અટકાયત કરવામાં પણ આવી હતી અને અલગ અલગ કનેક્શન પણ ખુલ્યા હતા. તો બીજી બાજુ રાજસ્થાનના ભીનમાલ સિરોહીમાં મનોહરલાલ એનાનીએ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
4 ફેક્ટરી પર એકસાથે દરોડા પડ્યા
હવે અલગ અલગ જગ્યાની 4 ફેક્ટરીઓની ડિટેલ ATS પાસે આવી હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાન બે અલગ અલગ રાજ્યમાં ઓપરેશન કરવાનું હોવાથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. તેથી એક સાથે 4 જગ્યાએ દરોડા કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, ડ્રગ્સનું વેચાણ વિદેશ કે અન્ય રાજ્યમાં નહીં પણ લોકલ ઉપયોગમાં જ કરવામાં આવ્યું હતું.
ડ્રગ્સ ફેક્ટરીમાં કોનો કેવો રોલ હતો
મનોહરલાલ એનાની, મૂળ થલતેજનો રહેવાસી. ભીનમાલમાં પકડાયેલી ફેક્ટરીમાં મુખ્ય કરતા મનોહર હતો. તે વાપીથી કેમિકલ મંગાવતો હતો. પહેલા પણ ડ્રગ્સ કેસમાં તે સામેલ હતો અને આ વખતે તેને મેન્યુફેક્ચરિંગ કરવા માટેનો પ્લાન બનાવ્યો હતો.
રગારામ અને બજરંગ બિશનોઈ બન્ને ભીનમાલમાં મનોહરલાલની ફેકટરી જોતા હતા. મનોહરલાલ ફેકટરી ઓપરેશન મોડમાં આવ્યા પછી ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ ચલાવવા જવાબદારી હતી.
કુલદીપસિંગ રાજપુરોહિત MD ડ્રગ્સ કઈ રીતે બને તેનો કેમિકલ એક્સપર્ટ હતો. તે 3 ફેકટરી પોત જ ઓપરેટ કરતો હતો. જેમાં ગુજરાતમાં ગાંધીનગરના પીપળજ, અમરેલી અને ઓશિયા જોધપુરની ફેકટરી ઓપરેટ કરી રહ્યો હતો. એકંદરે તે એક્સપર્ટ બની ગયો હતો. ATS પકડેલી 4 ફેકટરીમાંથી 3 ફેક્ટરી આ ચલાવી રહ્યો હતો.
નીતિન કબરીયા અને કિરીટ મદલિયા બન્ને અમરેલીમાં ફેક્ટરી ચલાવી રહ્યા હતા. કેમિકલ ફેકટરીના નામે બન્ને ડ્રગ્સનું રો-મટીરીયલ ભેગું કરીને પ્રોસેસ કરી રહ્યા હતા. એટલું જ નહીં તમામ ઓપરેશન કુલદીપસિંગના કહેવાથી જ થતું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App