ભાજપમાં ભત્રીજો આવ્યો અને ધારાસભ્ય કુમાર કાકા રીસાયા: જાણો શું છે રીસાવાનું કારણ?

ગતરોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના (PAAS) કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya BJP) અને ધાર્મિક માલવીયાએ પોતાના 200થી વધુ સમર્થકો સાથે ભાજપના કેસરિયા કર્યા. જે…

ગતરોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના (PAAS) કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya BJP) અને ધાર્મિક માલવીયાએ પોતાના 200થી વધુ સમર્થકો સાથે ભાજપના કેસરિયા કર્યા. જે સ્ટેજ પર ભાજપના નેતાઓનો જમાવડો હતો પરંતુ જે વિસ્તારમાં આ કાર્યક્રમ કરાયો હતો તે વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહ્યા હતા જે સ્થળે આ સભા આયોજન કરવામાં આવ્યું હતું તે સ્થળ પર જ માનગઢ ચોક ની ફૂટપાથ પર દરરોજ રાત્રે છેલ્લા 15 વર્ષથી પોતાની જાહેર ઓફિસ ખોલતા કુમાર કાનાણી આ કાર્યક્રમમાં દિવસે જ સુરત બહાર જતા રહેતા અને તર્ક થઈ રહ્યા છે.

કુમાર કાનાણી ની ગેરહાજરી કદાચ કોઈને સામાન્ય લાગી હશે પરંતુ આ ગેરહાજરી સામાન્ય નહોતી. જે સ્થળ પર છેલ્લા 15 વર્ષથી કુમાર કાનાણી કોર્પોરેટર બન્યા બાદ સતત જનતાની વચ્ચે રહેવા માનગઢ ચોકની ફૂટપાથ પર ખુરશી નાખીને બેસતા હતા તે જગ્યાએ જ કુમારભાઈનો સામાજિક ભત્રીજો ગણાતા અલ્પેશ કથીરિયા એ ભાજપ જોઈન્ટ કર્યું ત્યારે પ્રદેશ પ્રમુખો સી આર પાટીલ બે મંત્રી અને સહીત અન્ય ધારાસભ્ય હાજર હતા, પરંતુ જે જગ્યાએ આ કાર્યક્રમ કર્યો ત્યાંના ગબ્બર ગણાતા કુમાર કાનાણી ગેરહાજર હતા. જ્યારે આંદોલનકારી ગબ્બર નું સ્વાગત જોરશોર થી કરવામાં આવ્યું.

કહેવાય છે કે કુમાર કાનાણી ની 2027 ની વિધાનસભા ટિકિટ ભત્રીજો એટલે કે અલ્પેશ કથીરિયા લઈ જશે ભાજપમાં અલ્પેશ કથીરિયા ના આવવાથી કાનાણીના રાજકારણ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે કુમાર કાનાણી જ નહીં પરંતુ કુમાર કાનાણી ના સમર્થકો પણ આ કાર્યક્રમમાં ગેરહાજર હતા. તે વાત આંખે વળગીને લોકો સમક્ષ આવી ગઈ છે.

ત્યારે હવે જોવું રહ્યું કે કાકા ભત્રીજા ની જોડી ભાજપ પ્રવેશ બાદ વિખાઈ જાય છે કે કાયમ રહે છે. ઉલ્લેખનીય છે કે 2022 ની વિધાનસભા ચૂંટણી સામસામે લડનારા કાકા ભત્રીજા એટલે કે કુમાર કાનાણી અને અલ્પેશ કથીરિયાએ એકબીજાને હસતા મોઢે મળ્યા હતા. આટલું જ નહીં કુમાર કાનાણીને અલ્પેશ કથીરિયા શરૂ ચૂંટણીએ ચરણસ્પર્શ પણ કર્યા હતા. ત્યારે કુમાર કાનાણીએ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ના ભાજપ પ્રવેશ ના કાર્યક્રમમાં ગેરહાજર રહીને હાઈ કમાન્ડ સામે માથું ઊંચક્યું છે, ત્યારે જોવું રહ્યું કે આ પરિસ્થિતિને ભારતીય જનતા પાર્ટી આવતા સમયમાં કેવી રીતે હેન્ડલ કરે છે.

ભાજપ પ્રવેશ વખતે અલ્પેશ કથીરિયા ને પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, હું ભાજપનું પાંદડું બનવા આવ્યો છું. ત્યારે સીધો પ્રશ્ન થાય કે અલ્પેશ કથીરિયાના ભાજપમાં આવવાથી કમળની પાંદડી તરીકે કદાચ એ જોડાઈ ગયા પણ કુમાર કાનાણીની રાજનીતિની પાંદડી ખરી જશે કે ટકી રહેશે?