ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

GSEB HSC Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં (GSEB HSC Result 2024) એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9: વાગ્યે બોર્ડની સતાવાર વેબસાઈટ ઉપર બંને પરિણામ જોઈ શકાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો વાત કરવામાં આવે તો, ધોરણ 12 સામાન્ય અને 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકાશે
આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પછી પરિણામ વહેલું જાહેર થાય તેવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.