મતદારોમાં અનેરો ઉત્સાહ, ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન કરવા; ગુજરાતમાં વહેલી સવારથી જ લાગી લાંબી કતાર

Lok Sabha Election 2024: આજે લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન (Lok Sabha Election 2024) કરવામાં આવશે.

જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા પછી હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન શરૂ કરવામાં આવ્યું છે.આ તરફ હવે મતદાન મથકો પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

મતદાન શરુ થયાના ચાર કલાક પછી એટલે કે 11 વાગ્યે રાજ્યમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ નોંધાયું છે.

હર્ષ સંઘવી ઢોલ-નગારાના તાલે પરિવાર સાથે મતદાન કર્યું

મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ

આજે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયુ છે. ત્યારે જનતા હવે કહી રહી છે કે, જાતિવાદ અને જ્ઞાતિવાદથી પર રહીને મતદાન કરવું ખુબ જરૂરી છે. મોટી સંખ્યમાં લોકો ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 9ની ઉમાં ડાયનેમિક સોસાયટીનાં લોકોએ ઢોલનગારા સાથે મતદાન કરવા નીકળ્યા છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પરિવાર સાથે મતદાન કર્યું 

અમદાવાદના બોપલમાં મતદારોની લાગી લાઈન
મેટ્રો સિટી તરીકે ઓળખાતા અમદાવાદના બોપલમાં પણ વહેલી સવારથી મતદારોની લાંબી લાઇન લાગી છે. વહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમીના લીધે વહેલી સવારે લોકો મતદાન કરવા પોહચી ચુક્યા છે.