મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો કોરોના રીપોર્ટ, જુઓ વિડીયો

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી વધારો…

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં જંગી વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન અમુક લોકો કોરોના ટેસ્ટ (corona test) કરાવવા માટે ગભરાતા હોય છે. કદાચ ર્તેમનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવે અને તેમને હોસ્પીટલમાં દાખલ થવું પડે, તેવું માનીને લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા હોતા નથી.

જો કોઈ પણ વ્યક્તિને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાય તો જાતે જ ટેસ્ટ કરાવવા આગળ આવવું જોઈએ અને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. જેનાથી અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગી શકે નહીં. કોરોનાથી ડરીને દૂર ન ભાગો, નહિ તો તમારું સંક્રમણ વધુ ઝડપથી ફેલાશે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં સૌને અપીલ કરી છે કે, કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય-ડર રાખવાની જરૂર નથી. કોરોનાથી ડરીને દૂર ન ભાગો, નહિ તો તમારું સંક્રમણ વધુ ઝડપથી ફેલાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એક પછી એક ભાજપના નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ગઈકાલે ભાજપના મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં 1,14,996 કુલ પોઝિટિવ કેસ નોંધ્ય છે. ત્યારે 16,501 કુલ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3230 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાને હરાવીને 95,265 લોકો ઘરે પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *