ગુજરાતીઓને આવતીકાલથી ફરી ઠંડી ધ્રુજાવશે! 6થી 9 જાન્યુઆરી દરમિયાન તાપમાન ગગડશે…

Gujarat Cold Forecast: આજે વહેલી સવારે રાજ્યમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહ્યું છે. રાજ્યમાં નલિયા 7.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. હાલમાં રાજ્યમાં કોલ્ડવેવની (Gujarat Cold Forecast) કરાઈ નથી, જો કે, ઠંડા પવનો ફૂંકાવાને કારણએ ઠંડીનો અનુભવાશે. જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરાઈ છે. રાજ્યમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાતિ સુધી ઠંડીમાં વધારો થઈ શકે છે. હાલમાં ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા ઓછી થતાં ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો છે.

આ શહેરોમાં તાપમાન ઘટ્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં 15.1, ડીસામાં 14.8, વડોદરામાં 16.4, સુરતમાં 18.6 , ભુજમાં 13.8, નાલિયામાં 7.8, કંડલા 16.0, ભાવનગરમાં 16.5, દ્વારકામાં 18.6, રાજકોટમાં 13.5 અને વેરાવળમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.

કમોસમી વરસાદ થવાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.