ગુજરાતમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી; જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Cold Forecast: આજે હવામાનમાં ઠંડકનું પ્રમાણ વધેલું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં શનિવારે આ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકે શનિવારે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ હવામાનમાં (Gujarat Cold Forecast) કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં તાપમાન ઊંચું આવવના કારણે જે પ્રકારે ઠંડીની શરુઆત થઈ હતી તેમાં ઘટાડો થયો હતો, ઉત્તર ભારતમાં પણ આતુરતાથી હિમવર્ષાની રાહ જોવાઈ રહી છે અને તેની અસરો પણ ગુજરાતના હવામાન પર પડતી હોય છે. હવે આગામી સમયમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની માહિતી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી આપવામાં આવી છે.

ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 17 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 30 -31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન વધે તેવી આગાહી કરી છે. 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. 23 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.

13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું
હવામાન વિભાગે શનિવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ હવામાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી, પરંતુ લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી.

આમ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થઈ શકે છે.શનિવારે આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે તેવી આગાહી કરાઈ હતી.

શનિવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્તરપશ્ચિમના અને ઉત્તરના પવનો ગુજરાતમાં આવી રહ્યા છે, ઉત્તરના પવનો ફૂંકાશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.