Gujarat Cold forecast: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો (Gujarat Cold forecast) વધવાનો છે. આ સાથે કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની અસર થશે
દિલ્હીની સાથે, પંજાબ અને હરિયાણામાં પણ આગામી બે દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. અહીં જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે કેટલીક જગ્યાએ બરફવર્ષા થઈ. જ્યારે હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા છે. વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાન ફરી એકવાર ઘટી શકે છે અને ઠંડી વધી શકે છે.
ઉત્તર પ્રદેશમાં, પૂર્વીય જિલ્લાઓમાં ધુમ્મસની અસર રહેશે. ભારે પવનને કારણે તાપમાન પણ વધી રહ્યું છે. કાશ્મીર ખીણમાં હવામાન ફરી ખુશનુમા બન્યું અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ. શ્રીનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ હતી, પરંતુ બરફ સાથે વરસાદે તેને સ્થિર થવા દીધો નહીં. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે, કુપવાડા-કેરન અને બાંદીપોરા-ગુરેઝ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
અંબાલાલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ – પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.
ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે
પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે.
હવામાનમાં પલટો આવી શકે છે
દક્ષિણ – પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે. સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ. તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App