ફરી તાપમાનનો પારો ગગડ્યો; જાણો આગામી 5 દિવસ ગુજરાતમાં કેવી પડશે ઠંડી…

Gujarat Cold Forecast: ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળાની એન્ટ્રી થઈ ગઈ છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં 13 ડિગ્રીની આસપાસ નજીક નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગના (Gujarat Cold Forecast) જણાવ્યા પ્રમાણે, આજથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી
હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ હવે ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે ઠંડી પડશે. મંગળવારના રોજ ગાંધીનગર 16 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બની ગયું છે. હાલ ગુજરાતમાં ઘટી રહેલા તાપમાનને કારણે સવારે અને મોડી સાંજે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાતના લોકો કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન આવું જ રહેશે.

હવામાન વિભાગે શું કરી આગાહી?
ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 17-18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અને 13.4 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડશે. આગામી દિવસોમાં હાડથીજવતી ઠંડી પડવાનું અનુમાન હવામાન વિભાગે સેવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટન ડિસ્ટર્બન્સની સીધી અસર પ્રાચિન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતા મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવે તો શિયાળામાં ઠંડી સારી પડે અને પોષ મહિનામાં હિમ પડે. માગશર મહિનામાં વાદળો જણાય, મહા મહિનામાં વાદળો રહે, ચૈત્ર ચોખ્ખો રહે અને તો વરસા મેઘના વાદળો બંધાય અને ચોમાસામાં સારો વરસાદ આવે. ઘણી વખત બંગાળના ઉપસાગરના ભેજમાંથી પણ વાદળો બંધાતા હોય છે.

સામાન્ય રીતે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા થતા હોય છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 27થી 30 નવેમ્બરના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્યતા છે અને કદાચ વાવાઝોડું પણ બની શકે. જેના ભેજના લીઘે મધ્યપ્રદેશ સુધી વાદળો આવી શકે.