ફરી તાપમાનનો પારો ગગડ્યો: જાણો આગામી 5 દિવસ ગુજરાતમાં કેવી પડશે ઠંડી…જાણો હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Cold Forecast: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત ઉપર વર્તાઈ રહી છે. અત્યારે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રીની નીચે ઉતરી ગયું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં 7 ડિગ્રી નજીક લઘુતમ તપામાન (Gujarat Cold Forecast) પહોંચી ગયું છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે સોમવારે ગુજરાતમાં 7.6 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.3 ડિ્ગરી, મહુવામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.]

અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો ગગડ્યો
અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આ બે શહેરોમાં સોમવારના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધ્યું હતું. ભાર ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા હતા. અને વહેલી સવારે રસ્તાઓ ઉપર ધુમ્મસ પણ દેખાયા છે.

સૌરાષ્ટ્રમાં ઠંડીની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. તો દિવસે પણ ઠંડા પવનને કારણે લોકોને ઠંડીનો અનુભવ થશે.