ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લાગવ્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું લોકડાઉનમાં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી ઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી? બસ સરકારની તિજોરી ખાલી છે એની ચિંતા છે.
કોંગ્રેસે કહ્યું કે, સરકારની આવક ઘટી તો તેનો ભાર પ્રજાને કેમ માર આપવામાં આવે છે? સરકારે નકલી ઉત્સવો અને જાહેર ખબર પાછળના ખર્ચ બંધ કરવો જોઇંએ. મુખ્યમંત્રી માટે લેવાયેલું 200 કરોડનું વિમાન કેમ રદ ન કરવું જોઇંએ એ સવાલ છે. ભાજપા સરકારની નિતિ છે કે લોકો પાસેથી રોકડા વસૂલી રાહત માટે લોકોને બેંકમાં મોકલવાનાં આવે છે. 22 વર્ષમાં કરોડની જમીન ઉદ્યોગપતિઓને મફતમાં આપી ત્યારે સરકારી તિજોરી પર અસર થઇ ન હતી. ને હવે સરકાર ની તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે.
કોંગ્રસ અને ભાજપાના શાસનમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, યુપીએ સરકાર વખતે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૦૭ ડોલર પ્રતિ ડોલર હતો અને આજે 40 ડોલર પ્રતિ બેરલ છે. 66 ડોલરના ઘટાડા છતાં નાગરીકોને તેનો લાભ મળતો નથી. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલનો ભાવ 71 રૂપિયા હતો, જ્યારે આજે 76 રૂપિયા છે. ડીઝલનો ભાવ 55 રૂપિયા હતો, જ્યારે આજે 74.60 રૂપિયા છે. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 9.20 રૂપિયા હતી.
આજે ભાજપના શાસનમાં ૩૩ રૂપિયા પ્રતિ લિટર છે. ડિઝલ પર ૩.૪૬ રુપિયા હતી, આજે ૩૧.૮૩ રૂપિયા લેવાય છે. પેટ્રોલે પરની એક્સાઇઝ ડ્યુટીમાં 258 ટકા અને ડિઝલ પર 820 ટકાનો વધારો થયો. આ સરકાર રાહત આપવામાં સમજતી નથી. સસ્તા ક્રૂડનો ફાયદો નાગરિકોને મળતો નથી.અને બધી મલાઈ સરકાર ખાઈ જાય છે. આ સરકારે પ્રજાને લૂટી સરકારી તિજોરી ભરવાની નિતી પહેલે થી જ રાખી છે. કોંગ્રેસ સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આવતી કાલે જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news