ગુજરાત(gujarat): મોંઘવારી(Inflation) દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. આ મોંઘવારીએ તો સામાન્ય માણસની કમર તોડી છે. હમણાથી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે. લોકોની આવકમાં થોડો પણ વધારો થતો નથી, જયારે મોંઘવારી ખુબ જ વધી રહી છે. એવામાં પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે. અદાણી(Adani) બાદ હવે ગુજરાત ગેસે(Gujarat Gas) પણ CNG ગેસ (CNG gas)ના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.
અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGમાં ભાવ વધારો ઝીંક્યો:
મળતી માહિતી અનુસાર, અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNGમાં ભાવમાં 3 રૂપિયા 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આમ ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે. જ્યારે PNG ગેસના ભાવ રૂપિયા 48.50 થયા છે. આ રીતે મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતાને વધુ એક મોટો ફટકો પડ્યો છે.
CNGમાં અદાણી અને ગુજરાત ગેસના ભાવ એક સમાન થયા:
ગત 1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ જનતાને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારે અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસના જુના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા. જ્યારે PNGમાં જુના ભાવ 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં તો લોકો સસ્તા ઈંધણ તરફ એટલે કે, CNG તરફ આકર્ષિત થયાં છે. પરંતુ હવે પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ધરખમ વધારો થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.