અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી નહી પરંતુ જાણો ક્યાંથી લડી શકે છે ચુંટણી- કોનું કપાઈ શકે છે પત્તું

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી(AAP) પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ બનશે તે પણ જાહેર કરવા જઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya)ના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરીયાને ગોંડલ(Gondal)થી ચૂંટણી લડાવે તેવી પ્રબળ શક્યતા છે.

ગોંડલ વિધાનસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી:
મહત્વનું છે કે, અલ્પેશ કથીરિયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર મનીષા ખૂંટનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે તેમાં બદલાવ આવે તેવી પુરેપુરી શકયતા છે. ગોંડલ વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. સાથે જ ગોંડલનું યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાના સમર્થનમાં આવી શકે છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *