ભારતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. મહિલા ટેબલ ટેનિસ ફાઇનલ સ્પર્ધામાં ભાવિનાબેન હારી ગયા, પરંતુ તેમણે આ સ્પર્ધામાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો. ભાવનાબેનની લડાયક રમતએ દરેકનું દિલ જીતી લીધું. ભાવિનાબેને સેમિફાઇનલમાં ચીની ખેલાડીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટોક્યો પેરાલિમ્પિક્સની આ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ ભાવનાબેનને તેમની તેજસ્વી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
ભાવિના ફાઇનલમાં વિશ્વની નંબર વન ચીનની ઝોઉ યિંગ સામે 0-3થી હારી ગઈ હતી, ત્યારબાદ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં તેનો આ પહેલો મેડલ છે. ભાવિના પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતનાર બીજી ભારતીય મહિલા છે.
ગુજરાતના મહેસાણા જિલ્લાની ભાવિના પટેલ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી એ ગુજરાત અને ભારત ને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્ય થી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલ ને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.
ભાવિના પટેલે જણાવતા કહ્યું છે કે, મારો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થાય છે અને હું ધ્યાન તથા યોગ દ્વારા માનસિક એકાગ્રતા લાવવાનો ખુબ જ પ્રયત્ન કરું છું. ઘણી વખત મેચ દરમિયાન આપણે જલ્દી જલ્દીમાં ભૂલો કરીએ છીએ અને પોઇન્ટ ગુમાવીએ છીએ પરંતુ મે મારી લાગણીઓને કાબૂમાં રાખી છે.
સાથે સાથે ભાવિના પટેલે જણાવતા કહ્યું છે કે, હું મારા કોચનો આભાર માનું છું. જેમણે મને ગજબ ટેકનીક શીખવી. તેમના કારણે જ હું અહીંયા પહોંચી શકી. હું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ટોપ્સ, પીસીઆઈ, સરકાર, ઓજીક્યુ, અંધ જનસંઘ, મારા પરિવાર તમામનો ખુબ ખુબ આભાર માનું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.