Ahmedabad to Mahakumbh Prayagraj: હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે મહાકુંભ મેળામાં (Ahmedabad to Mahakumbh Prayagraj) જવું ગુજરાતવાસીઓ માટે સરળ બનશે. રાજ્યના એસટી વિભાગ દ્વારા વોલ્વો બસો પ્રવાસીઓ માટે દોડાવવામાં આવશે. એસટી વિભાગે વોલ્વો બસ પ્રયાગરાજ સુધી દોડાવવાનું આયોજન કર્યુ છે. આવતીકાલે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેને લઈને સત્તાવાર જાહેરાત કરશે. 3 રાત્રિ/4 દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8,100.
જાણો પેકેજની માહિતી વિગતે
આગામી 27મી જાન્યુઆરી – 2025થી સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. માત્ર રૂ. 8,100 માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ/4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે.
આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/01/2025 થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.
10 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી
તમને જણાવી દઈએ કે પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ લાખો લોકો સ્નાન કરવા અને આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે આવે છે. સ્નાન ઉત્સવો દરમિયાન આ સંખ્યા કરોડો સુધી પહોંચે છે.
અનેક સાધુઓ અને નેતાઓએ લગાવી શ્રદ્ધાની ડૂબકી
ઉલ્લેખનીય છે કે 144 વર્ષ બાદ આવેલા આ મહાકુંભમાં અત્યાર સુધી અનેક લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય ઘણા નેતાઓએ પવિત્ર સ્નાન કર્યુ છે અને ગંગ મૈયાના આર્શીવાદ પણ લીધા છે.
🪷 ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નો સકારાત્મક નિર્ણય !
🪷 ટૂરિઝમ વિભાગ અને GSRTC નો સંયુક્ત પ્રયાસ.
🪷 ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે.
🪷 ૩ રાત્રિ / ૪ દિવસનું પેકેજ, પ્રતિ… pic.twitter.com/V11NHCWwls
— Harsh Sanghavi (@sanghaviharsh) January 24, 2025
મહાકુંભમાં જવા માટે અમિત શાહએ લોકોને કરી અપીલ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે અત્યારે અલ્હાબાદમાં મહા કુંભ ચાલી રહ્યો છે, 140 વર્ષમાં એક વખત મહા કુંભ આવે છે. અહીં બેઠેલાના જીવનમાં બીજી વખત આ મોકો નહીં મળે. મારી સૌને અપીલ અને વિનંતી છે કે સૌ ત્યાં જાઓ અને મેળાનો લાભ લો, આનંદ લો ત્યાં ખૂબ સારી વ્યવસ્થા કરી છે, તેથી કોઈ તકલીફ પડશે નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App