ગોલમાલ નહી ચલાવે રૂપાણી સરકાર: આરોગ્ય સચિવે કરેલી ગેરરીતી નજરે આવતા તાત્કાલિક કરી કાર્યવાહી

કોરોના વાયરસે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. એવામાં કેન્દ્રમાં પ્રધાનમંત્રી અને ગુજરાતમાં મુખ્યમંત્રીએ એક પણ વખત આ મામલે પેસ કોન્ફરન્સ કરી નથી. ગુજરાતનાં આરોગ્યમંત્રી પણ મીડિયામાંથી ગાયબ છે. એવામાં ગુજરાતનાં આરોગ્ય વિભાગની બધી જ જવાબદારી આરોગ્ય સચિવ જયંતિ રવિ પર આવી ગઈ છે. આરોગ્ય સચિવ જ દરરોજ મીડિયામાં આવીને કોરોના અંગે માહિતી પુરી પાડે છે. જેથી કેટલાક લોકો તેમને જ આરોગ્યમંત્રી સમજી રહ્યા છે.

એવામાં ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિના પતિ ગોપાલનની સોફ્ટવેર કંપની સામે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. હવે જયંતિ રવિના પતિની કંપની આર્ગ્યુસોફટ ઈન્ડિયા લિમિટેડને કોઈપણ કોન્ટ્રાકટ આપતા પહેલા સરકારની મંજૂરી ફરજીયાત પણે લેવાની રહેશે. રાજ્યના IAS અધિકારી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ આ સંદર્ભમાં બે પેજનો એક પરીપત્ર પણ જાહેર કર્યો છે.

આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ એક પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે, આર્ગ્યુસોફ્ટ ઈન્ડિયા લિ. કંપનીને કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપતાં પહેલાં રાજ્ય સરકારની પૂર્વ મંજુરી લેવી પડશે. કમિશનર શિવહરેએ ત્રણ પાનામાં પરિપત્ર કરી સરકારને મોકલી આપ્યો છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની કંપની આર્ગ્યુસોફટ પાસેથી આરોગ્ય વિભાગે લગભગ અઢી વર્ષ પહેલા ટેકો સોફટવેર નામનો સોફટવેર ખરીદ્યો હતો. આશા વર્કર બહેનોને ગામડાઓમાં જઈને ડેટા તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. જેમા જયંતિ રવિના પતિની કંપનીનું સોફટવેર વપરાયું. જોકે તેનું ટેન્ડર બહાર પડ્યુ હતુ કે કોઈ પ્રકારની ઓળખાણ ના દમ પર તેમણે આ કોન્ટ્રાકટ મળ્યો તે પણ રહસ્યની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *