MKKN Sarkari Yojna: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજના થકી દિકરીઓ (MKKN Sarkari Yojna) શિક્ષિત થઈ અને આત્મનિર્ભર બની રહી છે. ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દિકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ રાજ્ય સરકારના આ જ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે.
620 કરોડની સહાય ચુકવી
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત વર્ષ 2017 થી અત્યાર સુધીમાં 21,000 થી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે રૂપિયા 620 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહિલાઓને પ્રોત્સાહિત કરતી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી દિકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જે ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે.
તેને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા MBBS ના અભ્યાસ ક્રમ માટે રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલ હોવો જરૂરી છે.
તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે
આ યોજનાનો ઉદ્દેશ્ય MBBS માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યની ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેના ડોક્ટર બનવાના સપનાં સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 160 કરોડની જોગવાઈ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App