હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં ધંધા-રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જનતાને મદદ કરવા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રેશકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેશનકાર્ડ ધારકોને 1 લીટર કપાસિય તેલ આપવામાં આવશે.
કોરોના મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેશનકાર્ડ ધારકોને સરકાર 1 લીટર કપાસિય તેલ મફતમાં આપશે. રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે તેલની ખરીદી પણ કરવામાં આવી છે. અન્ન નાગરિકપુરવઠા વિભાગે 36 લાખ પાઉચ તેલની ખરીદી કરી છે. રાજ્યમાં તેલની ખરીદી કરેલો જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં તેલનું વિતરણ કરાશે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા 36 લાખ પરિવારોને આ તેલનો જથ્થો પહોંચાડવામાં આવશે. આગામી દિવસોમાં આ જથ્થો એક અઠવાડિયામાં તમામ જથ્થો પહોંચાડવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP