GSSSB: ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 502 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના(GSSSB) સચિવ હસમુખ પટેલ દ્વારા x પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.
અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માઈક્રો બ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરીને ભરતી અંગે માહિતી આપી છે, જેમાં તેમણે લખ્યું હતું કે, પ્રિય ઉમેદવાર મિત્રો,ખેતી મદદનીશ: 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર ઓનલાઈન ઍપ્લિકેશન મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર બપોરે 3 વાગે નોટિફિકેશન મૂકવામાં આવશે.ત્યારે અરજદારો તા. 31.7.2024 નાં રાત્રીનાં 11.59 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પ્રોબિશન અધિકારી માટે શૈક્ષણિક લાયકાત
સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પ્રોબિશન અધિકારી માટે પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ પોસ્ટ માટે વિવિધ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આમ પસંદ કરેલા ઉમેદવારોને રાજ્ય સરકારના ધારા ધોરણ પ્રમાણે 26,000 થી 40,800 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. PDF ડાઉનલોડ કરવા માટેની લિંક: https://gsssb.gujarat.gov.in/Notification
આટલી ભરતી કરવામાં આવશે
ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પ્રોબિશન અધિકારી માટે વય મર્યાદા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.
નોટિફિકેશન
ગુજરાત ગૌણ પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગેત માહિતી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App