CCTV કેમેરાને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય- આ જગ્યાએ ફરજિયાત કેમેરા રાખવા અપાયો આદેશ

ગુજરાત(Gujarat): CCTV કેમેરાને લઇને ગુજરાત સરકાર(Gujarat Govt) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિણર્યમાં સોમવારથી 8 મહાનગરપાલિકામાં CCTV કેમેરા ફરજિયાત રાખવા રાજ્ય સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. આ નિણર્યમાં 1 હજારથી વધુ લોકોની અવરજવર હશે ત્યાં CCTV કેમેરા ફરજિયાત રાખવાનો સરકાર દ્વારા આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. સરકારના આદેશ અનુસાર હવેથી જાહેર સ્થળોએ CCTV કેમેરા ફરજિયાત રાખવાના રહેશે. CCTV કેમેરા અને 30 દિવસનો ડેટા ફરજિયાત રાખવા આવે તેવો આદેશ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હેબિયસ કોર્પસની અરજી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ સ્ટેશનોમાં 6 મહિનાના CCTV ફૂટેજ સાચવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પાલીતાણામાં એક યુવક- યુવતી લગ્ન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા યુવકને કસ્ટડીમાં લઇ લેતા હાઈકોર્ટ માં હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવકને પોલીસ સ્ટેશનમાં ખૂબ માર માર્યો હોવાની પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ સ્ટેશનને CCTV ફૂટેજ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, કોર્ટે હેબિયસ કોર્પસની અરજી પર પોલીસ સ્ટેશનોમાં CCTV ફુટેજ સાચવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 6 મહિના ઓડિયો-વિડીયો સાચવી રાખવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પોલીસ સ્ટેશનમાં CCTV ફુટેજ રાખવામાં આવે. અમે તમને જણાવી દઇએ કે, અગાઉ પણ HC દ્વારા પોલીસ સ્ટેશનના CCTV ચાલુ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો.

જો કે, આ મામલે પોલીસ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, 30 દિવસના CCTV ફૂટેજ અમારા દ્વારા સાચવી રાખવામાં આવે છે. ત્યારે હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, 6 મહિના સુધીના CCTV ફૂટેજ સાચવી રાખવા જોઇએ. હાઈકોર્ટ દ્વારા જીલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશનમાં માર મારનાર અધિકારીને ઓળખીને રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ જારી કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *