ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા ગુજરાત રાજય સરકારને નોટીસ આપવામાં આવી છે. હેલ્મટ મરજિયાત કરવા બદલ કોર્ટે રાજ્ય સરકાર સામે કરી આંખ લાલ કરી છે. હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો યુ ટર્ન, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે.
હવે તો સરકારે કહ્યું કે પાછળ બેસનાર ને પણ હેલમેટ પહેરવું ફરજિયાત થશે. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો છે. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટ માં PIL ની સુનાવણી થઇ હતી.
સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019 ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ આપી હતી. ભારત સરકારે બનાવેલા કાયદામાં સેકશન 129 મુજબ હેલમેટ ફરજિયાત છે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ પૂરતો બંધ રાખવામાં આવેલ હતો, જે સમાચાર એક પ્રેસ નોટ દરમિયાન લોકો સુધી પહોચાડ્યા હતા.
આમ કોઈ રાજ્ય ભારત સરકારે બનાવવામાં આવેલ કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલ કાયદા માં ફેરફાર કરવું હોઈ તો ભારતના બંધારણના અનુચ્છેદ 254(2) મુજબ રાજય વિધાન સભામાં પસાર થયેલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવો પડે છે.
જે કાયદામાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સુચના બહાર પાડીને કાયદો અમલમાં મુકવામાં આવે છે. પણ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ ફક્ત રાજકીય હેતુ માટે ફક્ત પ્રેસનોટ આપીને શેહરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરવામાં આવેલ હતું. ટૂંકમાં કેન્દ્ર સરકારની મંજુરી લીધા વગર આ પગલું ભરવામાં આવ્યું હતું.
સેન્ટ્રેલ મોટોર વેહિકલ એકટ 1988 વિભાગ 129 મુજબ ટુ-વ્હિલ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદા માંથી મુક્તિ આપવામાં આવેલ છે. અને આ નિયમમાં સુધારો કરીને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત મોટોર વિહીકલ રુલ્સ 1989 માં ટુ-વ્હિલમાં પાછળ બેસવા વાળી મહિલા અને 12 વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
બીજા અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંને જણને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાત માં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ? કેન્દ્ર સરકારના આકડા મુજબ વર્ષ 2018 માં ભારતમાં 43614 જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પેહારવાથી મોત થયું છે. જયારે આ આકડો વર્ષ 2016 માં 35975 હતો.એટલે 2વર્ષમાં 9.10% મૃત્યુઆંક વધી ગયો છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમકોર્ટ ના રોડ સેફટી કમીટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રેલ મોટોર વિહીકલ એકટના અમલીકરણનો રીપોર્ટ પણ માંગવામાં આવેલ હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ છે.
સુરતના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા આ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં કોઈ વકીલ વગર દલીલ કરવા માટે અરજદાર શ્રી સંજય ઇઝાવાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પીટન્ટ સર્ટિફિકેટ પણ આપ્યું છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામેં પોતાની દલીલો રજુ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.