110 મુસાફરો સાથે અફઘાનિસ્તાન થી ભારત આવી રહેલું વિમાન તૂટી પડ્યું- જાણો વિગતે

અફઘાનિસ્તાનના ગઝનવી પ્રાંતમાં સોમવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું છે. દુર્ઘટના દેહયાક જિલ્લામાં બની હતી. આ વિસ્તાર પર તાલિબાનનું નિયંત્રણ છે. સ્પેશલ ફોર્સને ઘટનાસ્થળે રવાના…

અફઘાનિસ્તાનના ગઝનવી પ્રાંતમાં સોમવારે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું છે. દુર્ઘટના દેહયાક જિલ્લામાં બની હતી. આ વિસ્તાર પર તાલિબાનનું નિયંત્રણ છે. સ્પેશલ ફોર્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સરકારની માલિકીની એરલાઇન્સ વિમાનમાં 110 લોકો સવાર હતા. ગઝની શહેરની ગવર્નર ઓફિસ તરફથી પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું: અરિયાના અફઘાન એરલાઇન્સનું બોઇંગ પ્લેન સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 1.10 વાગ્યે ગઝની પ્રાંતના દેહ યાક જિલ્લાના સડો ખેલ વિસ્તારમાં તૂટી પડ્યું છે.

તાલિબાનના હથિયારબંધ લોકો હાલમાં આ ઘટનાસ્થળ પર જોવા મળી રહ્યાં છે. જેઓ વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વિસ્તાર તાલિબાનના નિયંત્રણમાં હોવાથી સરકારે સ્પેશ્યલ ફોર્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. જોકે, એરલાઇન્સના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે , એરિયાના એરલાઇન્સના વિમાનો કે, જે રવાના થયા છે, તેઓ તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી ગયા છે. ” વિમાન જે ક્રેશ થયું છે તે એરિયાના એરલાઇન્સનું નથી.”

એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, પ્લેન હેરાતથી ગઝની તરફ ઉડાનમાં હતું. જોકે આ મામલે અરિયાના એરલાઇનના CEOએ કહ્યું કે, તેમની એરલાઇનમાં આ પ્રકારની દુર્ઘટના બની નથી. એરલાઇનના CEO મિરવાઇઝ મિરઝકવાલે કહ્યું કે, એક પ્લેન ક્રેશના રિપોર્ટ છે પણ પણે તે અરિયાના એરલાઇનનું નથી. જે બે ફ્લાઇટ હેરાતથી કાબૂલ અને હેરાતથી દિલ્હી જઇ રહી હતી તે સુરક્ષિત છે.

ગઝની પ્રાંતના અધિકારીઓ પ્રમાણે, ટેક્નિકલ કારણોના લીધે વિમાન ક્રેશ થયું. તે પડ્યું તે સાથે જ આગ પકડી લીધી હતી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સરવર દાનિશે દુર્ઘટનામાં અમુક લોકોના મરવાની આશંકા દર્શાવી હતી. જે વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું છે તે વિસ્તાર વૈશ્વિક આંતકવાદી સંગઠન તાલિબાનનાં નિંયત્રણ હેઠળ છે. જેના પગલે અફઘાન સરકાર પણ ચિંતિંત બની છે. આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેની કોઈ વિગતો હાલમાં બહાર આવી રહી નથી. સરકારી પ્રશાસન હાલમાં આ અંગેની કાર્યવાહી કરી રહ્યું છે. ઇજાઓ અથવા જાનહાનિના કોઈ સત્તાવાર સંકેત નથી. એરિયાના અફઘાન એરલાઇન્સ એ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય વાહક છે. આ કાફલામાં બોઇંગ 737 અને એરબસ એ 310 બંને છે. 160 થી 230 બેઠકોની ક્ષમતાવાળી એરલાઇન્સ છે.પ્રાંત તાલિબાનના નિયંત્રણ હેઠળ છે અને તેથી બચાવ ટીમોની સંભાવના માટે વાટાઘાટો કરવાની જરૂર પડશે.

અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી એરિયાના પ્રમાણે, હેરાત હવાઈ અડ્ડામાં નિયંત્રણ ટૉવરનાં અધિકારીઓનું કહેવું છે કે વિમાન એરિયાના અફઘાન એરલાઇન્સનું હતુ. આમાં 110 લોકો સવાર હતા અને આ હેરાતથી દિલ્હી માટે ઉડાન ભરી રહ્યું હતુ. ગજની પ્રાંતનાં ગવર્નર પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું કે, “દેહ યાક જિલ્લામાં સ્થાનિક સમયાનુસાર 1.10 વાગ્યા વિમાન અકસ્માતનો શિકાર થયું.”

તાલિબાનનાં નિયંત્રણમાં છે આ વિસ્તાર

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર તાલિબાનનાં નિયંત્રણમાં છે. દુર્ઘટનાનાં કારણોની જાણી શકાયા નથી. આખો ગજની પ્રાંત પહાડી વિસ્તાર છે જે હિંદૂકુશની તળેટીમાં વસેલો છે. ઠંડીનાં દિવસોમાં અહીં જોરદાર ઠંડી પડે છે અને મોસમ પણ વધારે ખરાબ રહી છે.

અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી એરિયાના જણાવ્યા અનુસાર હેરત એરપોર્ટના અધિકારીના જણાવ્યા અનુસાર વિમાન એરિયાના અફઘાન એરલાઇન્સનું છે. જેમાં 83 લોકો સવાર હતા. જેને હેરાતથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. એરિયાના અફઘાન એરલાઇન્સનું એક બોઇંગ વિમાન સ્થાનિક સમય અનુસાર બપોરે 1:10 વાગ્યાની આસપાસ ગઝની પ્રાંતના દેહ યાક જિલ્લાના સડો ખેલ વિસ્તારમાં ક્રેશ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *