ગુજરાતમાં કોરોનાના કેસો વધવા લાગ્યા હતા ત્યારથી જ ગુજરાત સરકાર પર કોરોના ના કેસોના આંકડાઓ છુપાવવાનો આરોપ લાગી રહ્યો છે . જોકે અમદાવાદમાં કોરોના ના કેસો જ્યારે જ્યારે કેસો જ્યારે જ્યારે વધી રહ્યા હતા ત્યારે સરકાર માહિતી છુપાવતી હોવાના આરોપો સરકાર પર લાગ્યા હતા. હવે આજે સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણી એ આંકડા છુપાવાના આરોપ અંગે બચાવ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આંકડા છૂપાવતી નથી. પણ આ મામલે તેઓએ વધારે જવાબ આપવાનુ ટાળ્યું હતું.
અમદાવાદ બાદ હવે સુરત સહિત રાજયમાં કોરોનાના કેસની સંખ્યા અને કોરોનાના કારણે મોતની સંખ્યા પણ વધી રહી છે.ત્યારે અમદાવાદની જેમ હવે સુરત અને રાજકોટમાં પણ કોરોના કેસોની સંખ્યાના આંકડાઓ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છુપાવવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે છે.
જો કે ગુરુવારે વડોદરામાં 10 દર્દીના મૃત્યુ થયાં હતાં. જયારે આરોગ્ય વિભાગની યાદીમાં માત્ર 2 જ દર્દી હતાં એજ રીતે રાજકોટમાં 5 દર્દીનાં મોત થયાં હતા. પણ આરોગ્યની યાદીમાં એક પણ મોત નહોતું. સુરતની કોરોનાની યાદીમાં સત્તાવાર સુરત કોર્પોરેશનના 190 અને ગ્રામ્યના 14 બતાવ્યાં છે, પણ સુરત ગ્રામ્યની યાદીમાં પર નજર કરો તો 58 છે. આમ, રાજય સરકાર વારંવાર પોતાની યાદીમાં સાચી માહિતી છૂપાવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.