ગુજરાત(Gujarat): આજે રાજ્યના 8 હજાર 686 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ(Gram Panchayat Election Results) જાહેર થશે. કોણ બનશે તમારા ગામનું સરપંચ, તમારા ગામમાં કોની બનવા જઈ રહી છે સરકાર? તમારા ગામમાં કોણ બનશે હુકમનો એક્કો? આજ સવારથી જ 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ચુકી છે. ઉમેદવારોના સમર્થકો પણ વહેલી સવારથી કાઉન્ટીંગ સેન્ટરની બહાર જમાવડો લગાવીને બેસી ગયા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા જેટલું મતદાન થયું છે. મત ગણતરીને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ત્યારે ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવશે તો આ તરફ મત ગણતરીને લઈને 19 હજાર 916 લોકોનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. રાજ્યમાં આ પ્રકારના પંચાયતી રાજને સમરસ પંચાયત કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન દરેક મતદાતાઓને બે મત આપવાના હોય છે. એક મત સરપંચ માટે અને બીજો મત પોતાના વોર્ડમાં પંચાયત સભ્ય માટે આપવનો હોય છે. વોર્ડની સંખ્યા વધારે હોવાના લીધે આ વખતે ઈલેક્ટ્રિક વૉટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન યોજવામાં આવ્યું હતું. જેને કારણે 23,112 મતદાન મથકો પર 37,451 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.