ગુજરાતમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોનાની લપેટમાં રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પરિવાર પણ આવી ગયો છે. તેમના પુત્રવધૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે તેમના પુત્રને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા સિવિલમાં ખસેડાતા તબીબોની દોડધામ વધી ગઈ હતી. બીજી તરફ ઘરમાં બબ્બે સભ્ય કોરોના સંક્રમિત થવા છતાં આરોગ્યમંત્રી ક્વોરન્ટાઇન થવાના બદલે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા અને રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો.
શહેરના વરાછા, અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલી વિષ્ણુનગર સોસાયટીમાં રહેતાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી કોરોના કાળ દરમિયાન ચર્ચા કહો કે વિવાદમાં રહ્યા છે. હોમ ટાઉનની નવી સિવિલમાં કોવિડ હોસ્પિટલ બનાવવી, મોટા ઉપાડે રાતોરાત બનાવાયેલી આ હોસ્પિટલને લાંબા સમય સુધી ઉપયોગમાં નહીં લેવી, આ હોસ્પિટલમાં સુવિધાઆના અભાવ મુદ્દે કાનાણીની ભૂમિકા ચર્ચામાં રહી હતી, અગાઉ તેમની સોસાયટીમાં એક બાળકી કોરોના સંક્રમિત થઇ હતી. એ સમયે કાનાણી પોતે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતાં હોવાની, ટોળાશાહી કરી ફરતાં હોવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન મુદ્દે પણ લાપરવાહી દર્શાવતાં હોવાની બૂમ ઊઠી હતી. હવે કોરોતા ખુદ આરોગ્ય મંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. કાનાણી પુત્રવધૂ કોરોના પોઝિટિવ જાહેર થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણી, તેમના સંતાનો એક ઘરમાં રહે છે. તેમના ઘરમાં પોઝિટિવ કેસ આવ્યો હોય મેડિકલ ગાઇડલાઇન અનુસાર પરિવારતા તમામ સભ્યોએ ક્વોરન્ટાઇન થવું ફરજિયાત થઇ પડે છે. આમ છતાં કાનાણીએ આ મુદ્દે ફરી બેદરકારી દાખવી હતી. તેઓ ક્વોરન્ટાઇન થવાની જગ્યાએ ગાંધીનગર પહોંચ્યા હતાં.
શુક્રવારે તેમણે રાજ્યસભાની ચૂંટણી માટેના મતદાનમાં ભાગ પણ લીધો હતો. કાનાણી અહીં સંખ્યાબંધ ધારાસભ્યો અને ભાજપના નેતાઓને મળ્યા હતાં, જેને લઇ મામલો સંગીન બન્યો છે. ઘરમાં પોઝિટિવ કેસ છતાં આ રીતે બહાર જવાનું કાનાણીનું પગલું કહો કે બેદરકારી કેવા પરિણામો લાવશે આગાણી દિવસોમાં ખબર પડશે.
કાનાણીના પરિવારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાની વાત મોડી સાંજે તેમના સાથી નેતાઓ, ધારાસભ્યોને જાણ થતાં તેમના મોઢામાંથી સિસકારો નીકળી ગયો હતો. કુમારભાઈના નામે ઊંડો શ્વાસ લઇ તેમણે હવે શું એવા નિસાસા પણ નાંખ્યા હતાં. કુમારને મળ્યા હતાં એ તમામ રાજકારણીઓએ આગામી દિવસોમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડશે એવી વાત પણ ચર્ચાવા માંડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news