જનસેવા કરવા જતા સાંસદ સી આર પાટીલે કર્યો જનતાદ્રોહ- SMC દંડ લેશે ખરી?

સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ હતી. આ…

સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ હતી. આ મશીનનું અનુદાન સાંસદ સી.આર.પાટીલએ કર્યું હોવાની વિગતો મળી રહી છે. જનતાના રૂપિયા જનતા પાછળ વાપરવાની નેક કામગીરીમાં સી આર પાટીલે બાફી નાખ્યું હતું અને ફોટો પડાવવાની ઉતાવળમાં માસ્ક પહેર્યા વગર જ ઉભા રહી ગયા હતા.

સાંસદ સી.આર.પાટીલના હસ્તે ૫ ઓટોમેટિક સેનિટાઇઝર મશીન, ૫૦૦૦ માસ્ક, ૩૦૦ N95 માસ્ક અને સેનિટાઇઝરનાં ૫ કેરબાની સુવિધા રેલ્વે સ્ટેશને કરવામાં આવી હતી. આ મશીન પર ભાજપના નેતાઓ અને પ્રધાનમંત્રી મોદીની જાહેરાત પણ કરવામાં આવી છે.

લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન અનુસાર ફરજીયાત માસ્ક પહેરવાના નિયમને તોડીને સાંસદ સી આર પાટીલે માસ્ક પહેર્યા વગર રેલ્વે સ્ટેશને હાજર રહ્યા હતા. આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના સ્વાસ્થ્યને જોખમ ઉભું કર્યું હતું.

સામાન્ય માણસને દંડ આપતી મનપા આવા નીયમતોડું નેતાઓને છાવરે છે કે પછી કાયદા અનુસાર કાર્યવાહી કરીને દંડ આપશે તે હવે આવ્નારા સમયમાં જોવા મળશે. આ પહેલા પણ સાંસદે રેલ્વે સ્ટેશને પહોચીને શ્રમિકોની ટ્રેન ને ભાજપની જંડી બતાવીને રવાના કરતા સોશિયલ ડીસ્ટન્સ તોડીને વિવાદ સર્જ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *