Gujarat Heat Forecast: માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. કચ્છમાં ભરશિયાળે વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Heat Forecast) મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી પાંચ દિવસ આ વધારો યથાવત્ રહેશે. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક યથાવત્ રહેશે. આગામી 24 માર્ચના રોજ ઉત્તર ભારતના વિસ્તારોમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ટકરાશે, જેથી ગુજરાતના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારાની શક્યતાઓ છે.
અમદાવાદીઓ આકરી ગરમીમાં શેકાશે….
ઉલ્લેખનીય છે કે, ગતરોજ અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. પરંતુ 24 કલાક બાદથી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જો કે, આજે જ અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
અંબાલાલ પટેલે કરી આ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.
20 માર્ચથી દેશના વાતાવરણમાં હલચલ થશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી શકે છે. માર્ચ મહિનાનો અડધો ભાગ જ પસાર થયો છે અને તે દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો. ભારતીય હવામાન વિભાગે 20 માર્ચથી બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં ગરમીનું મોજું અને ગંગા ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં મંગળવાર સુધી ગરમીનું મોજું રહેવાની અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના ગંગા ક્ષેત્રમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App