Gujarat Heat Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થઈ શકે છે. આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારમાં (Gujarat Heat Forecast) ગુલાબી ઠંડીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક આવે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની દિશા ઉત્તર પશ્વિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો
ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે અમદાવાદમાં મંગળવાર રાતથી જ ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સાત દિવસ વાતાવરણ સુકૂં રહેશે
ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકૂં રહેશે. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે.મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર ઉતરપૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. 9 અને 10મી માર્ચના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયાકાંઠના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે.
શહેરોનું મહત્તમ તાપમાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, મહત્તમ તાપમાન અંગેની વાત કરીએ તો, સૌથી વધુ મહત્તમ તાપમાન દીવમાં 35.8 ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત વડોદરામાં 35.6 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 33.8, અમદાવાદ અને ગાંધીનગરમાં 32 ડિગ્રી, રાજકોટમાં 33.7 ડિગ્રી તથા નલિયામાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 9 ડિગ્રી જેટલું તાપમાન ગગડીને 6.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે રાજકોટમાં 13.9 ડિગ્રી, ડીસામાં 13.5, ગાંધીનગરમાં 15.7, અમદાવાદમાં 17.2, વડોદરામાં 18 ડિગ્રી, સુરતમાં 19.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App