Gujarat Heatwave Forecast: આગામી 7 દિવસ 20 રાજ્યોમાં આંધી અને તોફાનનું એલર્ટ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં (Gujarat Heatwave Forecast) પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને ઝારખંડ સહિતના રાજ્યોમાં તોફાની પવન ફૂંકાયો હતો. જેને પગલે હવે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની કોઈ શક્યતા નથી. રાજ્યના લોકોને આજથી કાળઝાળ ગરમીથી રાહત મળશે. પરંતું આગામી બે દિવસ ગુજરાતમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
હવામાન વિભાગની કાતિલ આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. 11 જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.26 એપ્રિલ પછી તીવ્ર ગરમી પડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાન વારંવાર બદલાશે. રાજ્યમાં પવન જોરદાર રહેશે, જેના કારણે જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું
આજથી ગુજરાતમાં આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડવાની હવામાન વિભાગની આગાહી છે. વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આગામી સાત દિવસ હિટવેવની શક્યતા નથી. પરંતું 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 48.3 કંડલામાં તાપમાન નોંધાયું. આગામી બે દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા
અન્ય જિલ્લાનું તાપમાન
આ ઉપરાંત, દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. તેથી યલો એલર્ટ જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ સાથે જ વેરાવળમાં 32, ભુજમાં 41, નલિયામાં 34, દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 43, કંડલામાં 36, કંડલામાં 45, અમરેલીમાં 42, સુરેન્દ્રનગરમાં 41, ભાવનગરમાં 41 તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 37, ડીસામાં 41, ગાંધીનગરમાં 42 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી સાત દિવસ સુધી 20 રાજ્યોમાં આંધી તોફાનનું એલર્ટ
હવામાન ખાતા દ્વારા દિલ્હી – NCR, ઓડિશા તેમજ જમ્મુ અને કાશ્મીરથી લઈને પૂર્વોત્તર ભારતનાં તમામ રાજ્યો અને દક્ષિણમાં કેરળ સહિત ૨૦ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદાજુદા સ્થળોએ આગામી ૭ દિવસ સુધી આંધી તોફાન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. કોઈ સ્થળે વીજળી પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App