આવતીકાલથી ફરી હીટવેવની આગાહી: રાજકોટ-અમદાવાદમાં આજે 42-43 ડિગ્રી તાપમાનનું અનુમાન

Gujarat Heatwave Alert: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની સાથે ગુજરાતીઓને (Gujarat Heatwave Alert) કાળઝાળ ગરમીથી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પણ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું તાપમાન રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે કે હવામાનમાં ફરીથી પલટો આવશે તે તેમામ પ્રશ્નોનો જવાબ હવામાન વિભાગની આગાહીમાં છે.

15થી 17મી એપ્રિલ હીટવેવની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 15થી 17મી એપ્રિલ હીટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે. આજે એટલે 14મી એપ્રિલના રોજ કોઈ જ પ્રકારની ચેતવણી કે એલર્ટ આપવામાં આવી નથી.

ઉષ્ણ લહેરની ચેતવણી
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 15મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ; સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 16 અને 17મી તારીખે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ; સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જે બાદના બે દિવસ કોઈ જ આગાહી આપવામાં આવી નથી.

અમદાવાદ અને રાજકોટમા તાપમાન વધ્યું
આ દરમિયાન અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રી પાર ગયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 41.6 ડિગ્રી મહત્તમ સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રી વટાવીને 41.5 ડિગ્રી પહોંચ્યું હતુંજ્યારે પાટનગર ગાંધીનગરમા મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયુ હતું. રાજકોટમા મહત્તમ તાપમાન 42. 7 અને લધુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.